GSTV
Home » News » ચૂંટણી પહેલા જ મોદી માટે આવ્યા સારા સમાચાર, કૉંગ્રેસ માટે ચિંતાનો વિષય

ચૂંટણી પહેલા જ મોદી માટે આવ્યા સારા સમાચાર, કૉંગ્રેસ માટે ચિંતાનો વિષય

વિશ્વ બેંકે મોદી સરકાર માટે સારા સમાચારની આગાહી કરી છે કે 2018-19માં ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસિત અર્થવ્યવસ્થા બની રહેશે. વિશ્વ બેંકે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 7.3 ટકા વધશે. સરખામણીમાં, ચાઇનાની વૃદ્ધિ માત્ર 6.3 ટકા રહેવાનું અપેક્ષિત છે. ‘ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ: ડાર્કનીંગ સ્કાઈઝ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નાણાકીય વર્ષમાં વિશ્વની મોટાભાગની અર્થતંત્રો ધીમી રહેશે.

જો કે, આ અહેવાલ ભારત અને દક્ષિણ એશિયાના પ્રદેશ માટે એક તેજસ્વી ચિત્ર બતાવે છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લાગુ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય પર વર્લ્ડ બેંકનો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં જીએસટીની શરૂઆત અને નોટબંધીના પગલાંએ અનૌપચારિક ક્ષેત્રને ઔપચારિક ક્ષેત્રમાં બદલવા માટે પ્રોત્સાહન આપ્યું છે. વિશ્વ બેંકે અનુમાન લગાવ્યું છે કે, ભારત 2018 – 19માં દુનિયામાં સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થાવાળો દેશ બન્યો રહેશે.

અર્થતંત્રમાં ફરી આવી રહી છે તેજી વિશ્વ બેંકના જણાવ્યા મુજબ, 2018-19માં ભારતનો જીડીપી 7.3 ટકા વધશે તે આગામી બે નાણાકીય વર્ષોમાં 7.5 ટકા સુધી પહોંચશે. જીડીપીમાં વધારો એ વધેલા વપરાશ અને રોકાણનું પરિણામ છે. નોટબંધી અને જીએસટીના કારણે કામચલાઉ મંદી પછી, અર્થતંત્રમાં ફરીથી તેજી આવી રહી છે. વિશ્વ બેંકના અહેવાલમાં વધુમાં જણાવ્યા પ્રમાણે, 2017 માં જીએસટીને કારણે ભારતની અર્થતંત્ર ઘટી રહ્યું હતું અને રદ કરવા પર પ્રતિબંધ હતો.

2017 માં ચાઇનાનો વિકાસદર 6.9 ટકા હતો, જ્યારે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.7 ટકા હતો. વિશ્વ બેંકે અનુમાન લગાવ્યું છે કે, ભારત 2018 – 19માં દુનિયામાં સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થાવાળો દેશ બન્યો રહેશે. વર્લ્ડ બેંક પ્રોસ્પેક્ટ્સના ગ્રુપ ડિરેક્ટર, અહન કોઝે વધુમાં જણાવ્યું હતું કે. ભારતનો વિકાસ દૃષ્ટિકોણ હજુ પણ મજબૂત છે. ભારત હજુ પણ સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!