GSTV
Home » News » કોંગ્રેસના કદાવર નેતાનો દાવો, પાકવીમા કંપનીઓને મોદી સરકાર કરાવી રહી છે બખ્ખાં

કોંગ્રેસના કદાવર નેતાનો દાવો, પાકવીમા કંપનીઓને મોદી સરકાર કરાવી રહી છે બખ્ખાં

ઘણાં રાજ્યોમાં ખેડૂતો કૃષિધિરાણ લઈને જ ખેતી કરે છે. આ યોજનાને ખેડૂતોને દેવાદાર બનાવતી સ્કીમ તરીકે પણ ગણાવાઈ છે. છેલ્લાં બે વર્ષથી કૃષિધિરાણ સાથે સરકારે પાકવીમો એ ફરજિયાત કર્યો છે. દેશમાં 14 કરોડ ખેડૂતો કૃષિધિરાણનો લાભ લે છે.

ખેડૂતોની પાકવીમા યોજના બાબતે કોંગ્રેસના કદાવર નેતાએ દાવો કર્યો છે કે, વર્ષ 2016-17માં વીમા કંપનીઓને 6,460 કરોડ રૂપિયાનો નફો થયો હતો. અા વર્ષે વીમા કંપનીઓ 8થી 9 હજાર કરોડ રૂપિયાનો નફો કમાશે. કોંગ્રેસ અગાઉથી પાકવીમા યોજનાનો વિરોધ કરતી અાવી છે. મોદી સરકારે અા વીમા યોજના કંપનીઓને લાભ કરાવવા માટે ખોલી હોવાનો કોંગ્રેસ અનેકવાર અાક્ષેપો કરી ચૂકી છે. ગુજરાતમાં પણ ખેડૂતોને મોટાપાયે પાકવીમાનો લાભ ન મળતો હોવાની બુમરાણ છે.

ખેડૂતોને કુદરતી આપત્તિનાં જોખમ સામે રાહત આપતી યોજના કૃષિધિરાણ લેનાર ખેડૂતો માટે ફરજિયાત છે. કૃષિધિરાણ લો છો તો પાકવીમો પણ ફરજિયાત લેવો પડશે. વર્ષ 2016માં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ લોન્ચ થયેલી પ્રધાનમંત્રી પાકવીમા યોજના 26 ટકા સુધી પહોંચી છે. સરકાર આ વર્ષે 40 ટકા એટલે કે 776 લાખ હેક્ટર જમીનનો પાકવીમો ખેડૂતો ઉતારે તે માટે પ્રયત્નો કરી રહી છે. સરકાર વર્ષ 2019 સુધી આ યોજનાને 50 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે.

પાકવીમા યોજના સાથે સંકળાયેલી કંપનીઓને બખ્ખાં થઈ ગયાં

સરકારની આ યોજનાથી ખેડૂતોનું ભલું થાય કે નહીં પણ પાકવીમા સાથે સંકળાયેલી કંપનીઓને તો બખ્ખાં થઈ ગયાં છે. સરકાર સામેથી ખેડૂતોને વીમાનું પ્રીમિયમ ભરવા મજબૂર કરી રહી છે. વર્ષ 1985 થી 2016 સુધીમાં માત્ર 23 ટકા વિસ્તારને સરકાર ત્રણ જ વર્ષમાં 50 ટકાએ લઈ જવાના લક્ષ્યાંક અંતર્ગત કામગીરી કરી રહી છે. પાકવીમા યોજના ઉત્તમ છે, જરૂર છે ફક્ત સમયસર ખેડૂતોને લાભ આપવાની. ગુજરાતમાં ગત વર્ષે 13 લાખ ખેડૂતોએ પાકવીમા યોજનાનો લાભ લીધો હતો. ખેડૂતો માટે ફરજિયાતને બદલે આ યોજના મરજિયાત રખાય તેવી ખેડૂતો બુમરાણ પાડી રહ્યા છે. પાકવીમા યોજનાને પગલે પ્રથમવાર વીમાક્ષેત્રમાં ગત વર્ષે 32 ટકાનો વેપાર વધ્યો હતો. પ્રધાનમંત્રી પાકવીમા યોજના એ વાહન વીમા અને સ્વાસ્થ્ય વીમા બાદ ત્રીજા ક્રમ પર પહોંચી ગઈ છે.

વર્ષ 2016-17માં વીમા કંપનીઓની પ્રીમિયમની આવક 1.27 લાખ કરોડ રૂપિયાએ પહોંચી હતી. પ્રથમવાર એક લાખ કરોડ રૂપિયાનો આંક વટાવાયો છે. વર્ષ 2016માં આ આંક 69,376 કરોડ રૂપિયા હતો. વીમાક્ષેત્રે 32 ટકાના વિકાસમાં 16 ટકાનો વિકાસ માત્ર પાકવીમા ક્ષેત્રનો હતો. વર્ષ 2001માં માત્ર 10,499 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભરાતું હતું. પાકવીમામાં ખેડૂતોએ એડવાન્સમાં પાકનો ઉલ્લેખ કરવાનો હોય છે.

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!