GSTV
Home » News » મોદી સરકારે બેંકો-અર્થતંત્રની ઘોર ખોદી, ઇમાનદારો રાજીનામાં આપવા મજબૂર

મોદી સરકારે બેંકો-અર્થતંત્રની ઘોર ખોદી, ઇમાનદારો રાજીનામાં આપવા મજબૂર

વિરલ આચાર્યએ આરબીઆઇના ડેપ્યૂટી ગવર્નર પદેથી રાજીનામુ આપી દીધુ છે જેને પગલે હવે વિપક્ષે સરકાર પર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે આ રાજીનામા પરથી સાબિત થાય છે કે જે પણ વ્યક્તિ સરકારને સત્ય વચન કહે છે તે હવે પદ છોડી રહ્યા છે.

અગાઉના મોદી સરકારના કાર્યકાળમાં પણ આ જ સ્થિતિ હતી અને હાલ પણ ઇમાનદાર અધિકારીઓ રાજીનામા આપવા માટે મજબુર છે. સરકારો બદલાઇ રહી છે પણ દેશનું અર્થતંત્ર નથી બદલાઇ રહ્યું. 

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે મોદી સરકારે અર્થતંત્રને આંચકો આપ્યો છે, બીજી તરફ આ સરકારના કાર્યકાળમાં લોન ડિફોલ્ટરની સંખ્યા વધી રહી છે. આંકડા જારી કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે માર્ચ 2014ના રોજ નાદારીની કુલ રકમ રૂ.39504 કરોડ હતી જે વધીને હવે રૂ. 1,21,700 કરોડ સુધી પહોંચી ગઇ છે. જેમાં માત્ર એસબીઆઇની રકમ રૂ. 39,471 કરોડ જેટલી છે.

modi reply president

દિવસેને દિવસે ડિફોલ્ટરોની સંખ્યા વધી રહી છે. જ્યારે બીજી તરફ આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. આ સમસ્યાઓ સામે જે અવાજ ઉઠાવે છે અને સરકારને સાચી દિશા બતાવવાનો પ્રયાસ કરે છે તેને પદ ગૂમાવવું પડે છે.

Ashok Lavasa

સુરજેવાલાએ જણાવ્યું હતું કે મોદી સરકારને માત્ર રીમોટ કંટ્રોલ અધિકારીઓ જ ગમે છે કે જે તેમની હામા હા અને નામા ના મિલાવતા હોય. હાલ વિરલ આચાર્યએ રાજીનામુ આપ્યું છે અગાઉ ઉર્જિત પટેલ, અરવિંદ સુબ્રમણ્યમ સહીતના સારા અને નિષ્ણાંત અધિકારીઓ સરકારથી દુર થઇ રહ્યા છે કેમ કે સરકારને તેઓ દર્પણ દેખાડી રહ્યા છે.

આવા જે પણ ઇમાનદાર અધિકારીઓ છે તેઓની યાદીમાં હવે વિરલ આચાર્યનો પણ સમાવેશ થઇ ગયો છે. આરબીઆઇની સ્વતંત્ર અંગે સવાલો ઉઠાવનારા વિરલ આચાર્યએ રાજીનામુ આપવું પડે તે અતી દુ:ખદ બાબત છે.

READ ALSO

Related posts

અમદાવાદના નિત્યાનંદ આશ્રમને લઈને પોલીસની તપાસ બાદ ચોંકાવનારા ખુલાસા

Mayur

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું ચિત્ર હજુ સુધી અસ્પષ્ટ, ઉદ્ધવે ધારાસભ્યોની બોલાવી બેઠક

Mayur

દિલ્હીની ચૂંટણી જીતવા કેજરીવાલે એડીચોટીનું જોર અત્યારથી જ લગાવી દીધું છે પણ બસ ‘પાણી’ તેમને નડી જાય તો નવાઈ નહીં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!