GSTV
Home » News » 2014માં આ મેનિફેસ્ટો બહાર પાડીને કૉંગ્રસ હારી ગયું હતું!, 2019માં ફરી આપ્યા આ વચનો

2014માં આ મેનિફેસ્ટો બહાર પાડીને કૉંગ્રસ હારી ગયું હતું!, 2019માં ફરી આપ્યા આ વચનો

કોંગ્રેસ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી અને મનમોહનસિંહની ઉપસ્થિતિમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ સમયે પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાનું નામ “જન આવાજ” રાખ્યું છે. “અમે નિભાવીશું” નામથી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. રાહુલ ગાંધીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને કહ્યું કે સૌથી મહત્વની ન્યાય યોજના છે. રાહુલ ગાંધીએ ગરીબો પર વાર, બોત્તેર હજારનો નારો આપ્યો છે.

દેશના 20 ટકા ગરીબોના ખાતામાં વર્ષે 72 હજાર રૂપિયા જમા થશે. પાંચ વર્ષમાં એક પરિવારને આ યોજના અંતર્ગત 3 લાખ 60 હજાર રૂપિ મળશે. રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધી અને જીએસટીને કારણે અર્થવ્યવસ્થા તૂટી ગઈ છે. કોંગ્રેસ સત્તા પર આવશે તો જીએસટી સરળ કરીને અર્થવ્યવસ્થાને ફરીથી ધમધમતી કરીશું. પરંતુ તમે જાણો છો કે 2014માં કૉંગ્રેસે શું વાયદાઓ કર્યા હતા.

વર્ષ ૨૦૧૪

 • સ્વાસ્થ્યના અધિકારનો વાયદો
 • અંતરિયાળ વિસ્તારો સુધી મેડિકલ વાન પહોંચાડવી
 • જીડીપીના ૩ ટકા સ્વાસ્થ્ય યોજનામાં ખર્ચવા
 • વર્ષ ૨૦૨૦ સુધીમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ૬૦ લાખ નવી નોકરીઓ ઊભી કરવી
 • મહિલા અનામત બિલ લાવી સંસદમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત
 • મહિલાઓ સાથેના અપરાધો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ
 • લઘુમતીઓની સુરક્ષા માટે કોમ્યુનલ વાયોલન્સ બિલ
 • કરમાં રાહત અને ક્રેડિટ જેવી સુવિધાઓ સરળ કરવી
 • ૩ વર્ષમાં વિકાસ દર ૮ ટકા કરવો
 • જાબ્સ એજન્ડા દ્વારા રોજગારની ૧૦ કરોડ નવી તકો
 • તમામ શ્રેણીના મજૂરો માટે સ્વાસ્થ્ય અને પેન્શન યોજના લાગુ કરવી
 • અનામત દ્વારા એસસી, એસટી તથા અન્ય પછાત વગાર્ેને ગુણવત્તાવાળુ શિક્ષણ આપવું
 • પ્રાઈવેટ સેGટરમાં એસસી, એસટી માટે રોજગારીની નવી તકો ઊભી કરવી
 • ઉચ્ચ સ્તરીય શિક્ષણ અને ખેલની સુવિધા પુરી પાડવી
 • રાષ્ટ્રીય સ્તરે યુવા પ્રતિભાને નિખારવી
 • ઉત્તર પૂર્વ, જમ્મુ કાશ્મીરના યુવાનોને ભેદભાવથી બચાવવા
 • વૃદ્ધો અને વિધવાઓ માટે પેન્શન સ્કીમ
 • ગામડાંની જમીનોનું ૧૦૦ ટકા ડીજીટાઈઝેશન કરવું
 • ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઓછા ભાવે દાળ અને ખાદ્ય તેલ આપવા
 • એફડીઆઈ દ્વારા કૃષિ ઉત્પાદનોના સારા ભાવ અપાવવા
 • ખેડૂતોને ઓછા વ્યાજની લોન આપવી

કાંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

 • ન્યાય યોજના આ ચૂંટણીમાં સૌથી મોટો મ
 • રાહુલ ગાંધીનો હુંકાર ગરીબી પર વાર, ૭૨,૦૦૦
 • દેશના ૨૦ ટકા ગરીબોને વષર્ે રૂ.૭૨,૦૦૦ આર્થિક સહાય કરાશે
 • કેન્દ્રમાં ખાલી પડેલા ૨૨ લાખ પદો પર ૩૦ માર્ચ ૨૦૨૦ સુધી ભરતી કરવાનું લક્ષ્ય
 • ૧૦ લાખ યુવાઓને ગ્રામ પંચાયતમાં અપાશે રોજગાર
 • યુવાઓ માટે સ્ટાર્ટ અપના પ્લાનને અગ્રીમતા
 • યુવાઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે ૩ વર્ષ સુધી કોઈ પરમીશન લેવી નહીં પડે
 • જીએસટી બદલીને સરળ કરીને દેશની અર્થવ્યવસ્થા ધમધમતી કરાશે
 • ખેડૂતો માટે અલગથી બજેટ રજૂ કરાશે
 • લોન લઈને પૈસા પરત ન કરતાં ખેડૂતો પર નહીં ગણાય ફોજદારી ગુનો
 • શિક્ષણમાં જીડીપીના ૬ ટકા ખર્ચ કરાશે
 • સરકારી હોસ્પિટલો, સરકારી પબ્લીક હેલ્થને મજબૂત કરાશે
 • ગરીબોને ઉચ્ચસ્તરની આરોગ્ય સુવિધા મળશે
 • મનરેગામાં ૧૫૦ દિવસ કરીને રોજગારની ગેરંટી

READ ALSO

Related posts

બોલિવૂડની દિગ્ગજ ડિરેક્ટર કંપની યશરાજ ફિલ્મ્સ સામે થઈ ફરિયાદ, 100 કરોડ પચાવી લેવાનો આક્ષેપ

pratik shah

મોદી સરકારે દિલ્હીને આપી દિવાળી ભેટ, ઇલેક્શન પહેલાં સરકારનો માસ્ટરસ્ટ્રોક

Mansi Patel

મોદી સરકાર ભરાઈ, એનઆરસીનો મમતા સિવાય ભાજપની આ રાજ્ય સરકારે શરૂ કર્યો વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!