GSTV

ઈમરાનખાન અમેરીકી રાષ્ટ્રપતિ બાઈડનના ફોન માટે તરસ્યા, અજમાવી રહ્યા છે આ રાજકીય દાવપેચો

Last Updated on October 5, 2021 by pratik shah

રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઈડને હજી સુધી પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન સાથે વાત નથી કરી અને તેને લઈને પાકિસ્તાનની સરકાર પરેશાન છે. પાકિસ્તાન જાણે બાઈડનના ફોન કોલ માટે તરસી રહ્યું છે. હવે પાકિસ્તાનના તંત્રે અમેરિકામાં પ્રભાવ ધરાવતા પાકિસ્તાની મૂળના નાગરિકની આ માટે મદદ માંગી છે. આ નાગરિક થકી પાકિસ્તાન કોશિશ કરી રહ્યું છે કે, બાઈડન અને પીએમ ઈમરાનખાન વચ્ચે વાત થાય.

આ પાકિસ્તાની મૂળનો નાગરિક બાઈડનનો મિત્ર છે. જેના કારણે પાકિસ્તાન હવે આ સબંધોનો ઉપયોગ કરવા માંગે છે. સામાન્ય રીતે એવું હોય છે કે, અમેરિકાના નવા રાષ્ટ્રપતિ પાકિસ્તાનના પીએમ સાથે વાત કરતા હોય છે પણ બાઈડને આ પરંપરાને બાજુ પર મુકી દીધી છે.

આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનની ટીકા અવાર નવાર કરતા હતા પણ પીએમ નવાઝ શરીફ સાથે તેમણે પણ વાત કરી હતી. કેટલાક રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્તાન હવે અમેરિકા માટે પ્રાથમિકતા રહ્યુ નથી. અમેરિકામાં એન્ટી તાલિબાન બિલ રજૂ કરાયા બાદ તો બંને દેશો વચ્ચેના મતભેદો વધી રહ્યા છે.

આ પહેલાં પણ પાકિસ્તાને ટ્રમ્પના કાર્યકાળમાં સબંધો સુધારવા માટે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સનો સંપર્ક કર્યો હતો. જેના કારણે ટ્રમ્પ અને ઈમરાખાન વચ્ચે ત્રણ વખત મુલાકાત થઈ હતી.

READ ALSO

Related posts

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk

સંસદના અત્યાર સુધીમાં 800થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત, 31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર

Vishvesh Dave

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!