GSTV
Home » News » પાકિસ્તાનના ઈમરાનખાન આજે રમશે છેલ્લી ચાલ, ભારતના સેના પ્રમુખે કહ્યું અમે આકરો જવાબ આપવા તૈયાર

પાકિસ્તાનના ઈમરાનખાન આજે રમશે છેલ્લી ચાલ, ભારતના સેના પ્રમુખે કહ્યું અમે આકરો જવાબ આપવા તૈયાર

આર્ટિકલ 370 નાબુદ કરવામાં આવી તે બાદ કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. લોકોએ બહુ જ શાંતિપૂર્વક ઇદની ઉજવણી કરી હતી. પાકિસ્તાન ગમે તેમ કરીને કાશ્મીરીઓને આ મુદ્દે ભડકાવવા માગે છે તેથી જ રોજ આ મુદ્દે નિવેદનો કરી રહ્યું છે, જોકે પાકિસ્તાનના આ પ્રયાસો પર ભારતીય સૈન્ય અને પ્રશાસને પાણી ફેરવી દીધુ છે તેમ છતા પાક.ના હવાતિયા જારી છે.

imaran khan
imarankhan

પાકિસ્તાનના સ્વતંત્રતા દિન 14મી ઓગસ્ટના રોજ પીઓકે આવશે

બીજી તરફ એવા અહેવાલો છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન કાશ્મીરીઓને ઉશ્કેરવા તેમજ પાક. સૈન્યને  ભારતીય સૈન્ય વિરૂદ્ધ ભડકાવવા માટે સરહદની મુલાકાત માટે આવશે. ઇમરાન ખાન પીઓકેની મુલાકાત માટે આવી રહ્યા છે ત્યારે તે જ સમયે પીઓકેમાં મોટા પ્રમાણમાં લોકો રસ્તા પર ઉતરશે અને રેલીઓ કાઢવામાં આવશે. આ રેલીઓ ભારત વિરોધી અને પાકિસ્તાનના વડા ઇમરાન ખાનના સમર્થનમાં કાઢવામાં આવશે. પાકિસ્તાન સરકારે 15મી ઓગસ્ટના દિવસને કાળો દિવસ તરીકે ઉજવવાની ડંફાશો મારી છે. આર્ટિકલ 370ની નાબુદીને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને આ નિર્ણય લીધો છે. જ્યારે ઇમરાન ખાન પાકિસ્તાનના સ્વતંત્રતા દિન 14મી ઓગસ્ટના રોજ પીઓકે આવશે.  પીઓકેમાં ઇમરાન ખાનના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે.

વાની અને યાસીન મલિકના સમર્થનમાં નારા લગાવવામાં આવશે

અહીં મુઝફ્ફરાબાદમાં ભારત વિરોધી રેલીઓ કાઢવામાં આવશે. આ રેલીઓમાં હિઝબુલના આતંકી બુરહાન વાની અને યાસીન મલિકના સમર્થનમાં નારા લગાવવામાં આવશે. પાકિસ્તાને અગાઉ જ જાહેરાત કરી દીધી હતી કે આર્ટિકલ 370ની નાબુદી મુદ્દે આ વખતનો અમારો આઝાદી દિવસ કાશ્મીર એક જુટતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન 14મી ઓગસ્ટે પીઓકે પર આવી રહ્યા છે અને સરહદે આવે તેવી પણ શક્યતાઓ છે. આ ઉપરાંત 15મી ઓગસ્ટની ઉજવણી પણ નજીક આવી રહી છે. તેથી પુરી શક્યતાઓ છે કે ઇમરાન ખાન જ્યારે પીઓકેમાં આવશે ત્યારે અને 15મી ઓગસ્ટે પાકિસ્તાન સૈન્ય સરહદે તોપમારો કરી શકે છે. તેથી ભારતીય સૈન્યને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

કોઇ પણ પ્રકારનો કાંકરી ચાળો કરશે તો અમે આકરો જવાબ આપીશું

ભારતીય સૈન્ય પ્રમુખ બિપિન રાવતે જણાવ્યું હતું કે અમે એલર્ટ છીએ, જો પાકિસ્તાન એલઓસી પર કોઇ પણ પ્રકારનો કાંકરી ચાળો કરશે તો અમે આકરો જવાબ આપીશું.  કાશ્મીરીઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરીઓની સાથે અમારી વાતચીત જારી છે અને પહેલા જેવી જ સ્થિતિ છે અમે દરેક સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેમને દરેક પ્રકારની મદદ માટે પણ ભારતીય સૈન્ય તૈયાર છે.


Related posts

મોદીના અમિત શાહ સિવાય ગણાતા બીજા ચાણક્ય, એકઝાટકે ન સ્વીકારી હતી સત્તા

Mayur

67 વર્ષની ઉંમરે નિધન પામેલા અરૂણ જેટલી અગણિત રોગો સામે સંઘર્ષ કરી રહ્યા હતા

Mansi Patel

વાજપેયી સરકારમાં પણ મોટુ હતું અરુણ જેટલીનું કદ, કાયદા મંત્રી તરીકે જમાવી હતી ધાક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!