GSTV
Home » News » ઇમરાન કાશ્મીરીઓને ભડકાવવા આજે સરહદે આવશે, પીઓકેમાં ભારત વિરોધી રેલીઓ

ઇમરાન કાશ્મીરીઓને ભડકાવવા આજે સરહદે આવશે, પીઓકેમાં ભારત વિરોધી રેલીઓ

આર્ટિકલ 370 નાબુદ કરવામાં આવી તે બાદ કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. લોકોએ બહુ જ શાંતિપૂર્વક ઇદની ઉજવણી કરી હતી. પાકિસ્તાન ગમે તેમ કરીને કાશ્મીરીઓને આ મુદ્દે ભડકાવવા માગે છે તેથી જ રોજ આ મુદ્દે નિવેદનો કરી રહ્યું છે, જોકે પાકિસ્તાનના આ પ્રયાસો પર ભારતીય સૈન્ય અને પ્રશાસને પાણી ફેરવી દીધુ છે તેમ છતા પાક.ના હવાતિયા જારી છે. 

બીજી તરફ એવા અહેવાલો છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન કાશ્મીરીઓને ઉશ્કેરવા તેમજ પાક. સૈન્યને  ભારતીય સૈન્ય વિરૂદ્ધ ભડકાવવા માટે સરહદની મુલાકાત માટે આવશે. ઇમરાન ખાન પીઓકેની મુલાકાત માટે આવી રહ્યા છે ત્યારે તે જ સમયે પીઓકેમાં મોટા પ્રમાણમાં લોકો રસ્તા પર ઉતરશે અને રેલીઓ કાઢવામાં આવશે. આ રેલીઓ ભારત વિરોધી અને પાકિસ્તાનના વડા ઇમરાન ખાનના સમર્થનમાં કાઢવામાં આવશે. 

પાકિસ્તાન સરકારે 15મી ઓગસ્ટના દિવસને કાળો દિવસ તરીકે ઉજવવાની ડંફાશો મારી છે. આર્ટિકલ 370ની નાબુદીને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને આ નિર્ણય લીધો છે. જ્યારે ઇમરાન ખાન પાકિસ્તાનના સ્વતંત્રતા દિન 14મી ઓગસ્ટના રોજ પીઓકે આવશે.  પીઓકેમાં ઇમરાન ખાનના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે.

અહીં મુઝફ્ફરાબાદમાં ભારત વિરોધી રેલીઓ કાઢવામાં આવશે. આ રેલીઓમાં હિઝબુલના આતંકી બુરહાન વાની અને યાસીન મલિકના સમર્થનમાં નારા લગાવવામાં આવશે. પાકિસ્તાને અગાઉ જ જાહેરાત કરી દીધી હતી કે આર્ટિકલ 370ની નાબુદી મુદ્દે આ વખતનો અમારો આઝાદી દિવસ કાશ્મીર એક જુટતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. 

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન 14મી ઓગસ્ટે પીઓકે પર આવી રહ્યા છે અને સરહદે આવે તેવી પણ શક્યતાઓ છે. આ ઉપરાંત 15મી ઓગસ્ટની ઉજવણી પણ નજીક આવી રહી છે. તેથી પુરી શક્યતાઓ છે કે ઇમરાન ખાન જ્યારે પીઓકેમાં આવશે ત્યારે અને 15મી ઓગસ્ટે પાકિસ્તાન સૈન્ય સરહદે તોપમારો કરી શકે છે. તેથી ભારતીય સૈન્યને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. 

ભારતીય સૈન્ય પ્રમુખ બિપિન રાવતે જણાવ્યું હતું કે અમે એલર્ટ છીએ, જો પાકિસ્તાન એલઓસી પર કોઇ પણ પ્રકારનો કાંકરી ચાળો કરશે તો અમે આકરો જવાબ આપીશું.  કાશ્મીરીઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરીઓની સાથે અમારી વાતચીત જારી છે અને પહેલા જેવી જ સ્થિતિ છે અમે દરેક સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેમને દરેક પ્રકારની મદદ માટે પણ ભારતીય સૈન્ય તૈયાર છે.

READ ALSO

Related posts

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Bansari

INX મીડિયા મામલે મોટો ખુલાસો, કાર્તિ ચિદમ્બરમને મળ્યા હતા 11 લાખ 23 હજાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!