GSTV

ઈમરાન ખાને ભારત પર સાધ્યુ નિશાન, કહ્યું અમે મલેશિયાને કરીશું નુકસાનની ચૂકવણી

Last Updated on February 4, 2020 by Ankita Trada

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સોમવારે મલેશિયાના બે દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે. જ્યાં ઈમરાન ખાનને કાશ્મીરના મુદ્દા પર માત્ર મલેશિયા પાસેથી જ ખુલીને સમર્થન મળ્યું છે. જેથી પ્રધાનમંત્રી ઈમરાન ખાને મંગળવારે કહ્યું કે, તેઓ ભારત દ્વારા મલેશિયા પાસેથી ખાદ્ય તેલની આયાત રોકવાથી થતા નુકસાનન ચૂકવણી કરવાની પૂરી કોશિશ કરશે. ઈમરાન ખાને આ વાતો મલેશિયાઈ પ્રધનમંત્રી મહાતિર મોહમ્મદની સાથે એક પ્રેસ કોન્ફરેન્સમાં શેર કરી હતી.

ઈમરાન ખાને કહ્યું કે, મને લાગે છે કે, પાકિસ્તાન મલેશિયાથી વધારે ખાદ્ય તેલ ખરીદવા માટે પૂર્ણ રીતે તૈયાર છે. અમારુ આ પગલુ એકદમ સાચુ હશે કારણ કે, અમે જોયું છે કે, ભારતે મલેશિયાએ કાશ્મીરીઓની સાથે ઊભા રહેવા માટે ખાદ્ય તેલની આયાત બંધ કરવાની ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાન આ નુકસાનની ચૂકવણી કરવાની પૂરી કોશિશ કરશે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં ભારત મલેશિયા પાસેથી સૌથી વધારે ખાદ્ય તેલની આયાત કરે છે, પરંતુ મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદે કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવવાને લઈ અને નાગરિકતા કાનુનને લઈને ભારતની ખૂબ જ આલોચના કરી છે. જો કે, ભઆરત સરકારને અધિકારિક રીતે ખાદ્ય તેલની આયાત પર પ્રતિબંધ નથી લગાવ્યો, પરંતુ માત્ર વેપારીઓને અનધિકૃત સૂચના આપી છે કે, તેઓ મલેશિયાથી ખાદ્ય તેલની આયાત ન કરે.

ઈમરાન ખાને મલેશિયાના વડાપ્રધાનને કાશ્મીર મુદ્દા પર પોતાનો અવાજ ઉઠાવવા માટે આભાર પણ વ્યક્ત કર્યો છે. ઈમરાન ખાને કહ્યું છે કે, ભારતમાં એક અતિવાદી સરકાર છે, જેમણે કાશ્મીરી નેતાઓ અને લોકોને જેલમાં રાખી મૂક્યા છે, પરંતુ જેવી રીતે તમે અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો, તે માટે હું તમને ધન્યવાદ કહેવા માંગુ છું.

ઈમરાન ખાને કુઆલાલંપુર સમિટમાં ભાગ ન લેવા પર ડેમેડ કંટ્રોલની પણ કોશિશ કરી હતી. ડીસેમ્બર મહિનામાં મુસ્લિમોના મુદ્દા પર બોલાવવામાં આવેલ કુઆલાલંપુર સમિટથી ઈમરાન ખાને સાઉદીના ડરથી છેલ્લા સમયે પોતાના પગ પાછા હટાવી લીધા હતા. ઈમરાન ખાને કહ્યું કે, તેમને એ વાતનો અફસોસ છે કે, તેઓ સમિટમાં સામેલ થઈ શક્યા નથી.

જો કે, ઈમરાન ખાને સાઉદીનું નામ લીદા વગર જ કહ્યું કે, અમારા કેટલાક નજીકના મિત્રનું માનવું છે કે, કુઆલાલંપુર સમિટથી મુસ્લિમ એકતા તૂટી જશે, પરંતુ આ સમિટને આવો કોઈ મકસદ ન હતો. ઈમરાન ખાને કહ્યું કે, તેઓ સમિટમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા હતા. કારણ કે, તેમને લાગે છે કે, મુસ્લિમ દેશોને પશ્વિમિ અને ગેરમુસ્લિમ દેશોના ઈસ્લામ વિશે શિક્ષિત કરવા જોઈએ. ઈમરાન ખાને કહ્યું કે, આ બધી જ ગેરસમજ જાણી જોઈને ફેલાવવામાં આવી હોય કે, અજાણતા અ જરૂરી છે કે, બધા જ મુસ્લિમ દેશ તેમને પૈગબંર મોહમ્મદના સાચા સંદેશ વિશે જાણકારી આપે. મે ઈસ્લાની કુખ્યાત છબીને લઈને તમાન મીડિયા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છીએ અને યુવાઓ માટે ઈસ્લામના વાસ્તવિક સંદેશ પર કન્ટેન્ટ તૈયાર કરી રહ્યા છીએ.

જો કે, આગામી વર્ષે કુઆલંલુપર સમિટમાં સામેલ થવાના પ્રશ્ન પર ઈમરાન ખાને કહ્યું કે, હા હું સામેલ થઈશ. કારણ કે, તે સ્પષ્ટ છે કે, આ સમિટ મુસ્લિમ એકતાને તોડવા માટે ન હતી. તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈ પણ બેઠક મુસ્લિમ એકતાને મજબૂત કરશે તો, હું જરૂર આવવા માંગીશ.

READ ALSO

Related posts

મહાવિનાશ આવશે/ 10 હજાર કરોડ ટન બરફ પિગળ્યો, 27 જુલાઈએ એટલો ઓગળ્યો કે પાણીથી એક આખુ ઉત્તર પ્રદેશ ડૂબી જાય

Vishvesh Dave

ઇન્ટરનેટ સેન્સેશન / સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતી કોણ છે? લોકો કહી રહ્યા છે તેને ત્રણેય મેડલ આપી દો

Zainul Ansari

મહામારી/ વિશ્વમાંથી મંદી દૂર કરવા 650 અબજ ડોલરની મદદ કરશે IMF, આ દેશોને સહાય માટે અપાઈ ગઈ લીલીઝંડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!