GSTV
Gujarat Government Advertisement

બે દિવસની રજા પર ગયેલા ઈમરાન ખાનની ખુરશી પર સેનાનો ડોળો, તખ્તાપલટની ચર્ચા

Last Updated on November 18, 2019 by Mayur

કંગાળ થવાના આરે પહોંચેલા પાકિસ્તાનમાં તખ્તાપલટની ચર્ચાઓ તેજ બનતા પીએમ ઇમરાન ખાનની ખુરશી જોખમમાં આવી ગઇ છે. સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને ઇમરાન ખાન વચ્ચેની બેઠક બાદ ઇમરાન ખાન બે દિવસની રજા પર ઉતરતા તખ્તાપલટની ચર્ચાએ જોર પકડ્યું છે.

પાકિસ્તાની અખબાર જંગે તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે બંનેની બેઠક પર તમામની નજર હતી. પરંતુ બેઠક દરમ્યાન બંનેની બોડી લેંગ્વેજ ઘણું કહી જતી હતી. આ બેઠક પછી ઇમરાને પોતાનું તમામ સત્તાવાર કામ બંધ કરી દીધું અને બે દિવસની રજા પર જતા લોકો અનેક કયાસ લગાવી રહ્યા છે. કેમકે સત્તા સંભાળ્યા પછી ઇમરાને એક વર્ષથી વધુ સમય થયો હોવા છતાં એક પણ રજા લીધી નથી.

સેના પ્રમુખ અને ઇમરાન ખાનની મુલાકાત એટલા માટે પણ ચર્ચામાં છે કેમકે બંને વચ્ચે લાંબા સમયથી મુલાકાત નથી થઇ. સાથે જ દેશમાં મોંઘવારીને કારણે અર્થવ્યવસ્થા તળિયે છે. અને વિપક્ષો ઇમરાનના રાજીનામાની માંગ સાથે સમગ્ર દેશમાં આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે હવે ઇમરાન ખાન રજા પર જતા તખ્તાપલટની તૈયારીઓની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઘરેલૂ ઉપચાર/ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો એક ગ્લાસ ટામેટાંનો રસ પીઓ, આ છે બનાવવાની ઉત્તમ રીત

Damini Patel

આનંદો/ સરકારી કર્મચારીઓ હવે સપનાનું ઘર બનાવવા માટે માર્ચ 2022 સુધી લઇ શકશે સસ્તુ એડવાન્સ, જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

ઘડપણ કરો સુરક્ષિત: સરકારની આ યોજનામાં દર મહિને મળશે 5000 રૂપિયા, જાણો કઈ રીતે ઉઠાવી શકાય છે તેના લાભ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!