GSTV
Home » News » PM મોદી સાથે વાત કરવા ઈમરાન ખાન તલપાપડ, શંઘાઈ સમિટમાં બોલી ગયા કંઈક આવું

PM મોદી સાથે વાત કરવા ઈમરાન ખાન તલપાપડ, શંઘાઈ સમિટમાં બોલી ગયા કંઈક આવું

શંઘાઈ સમિટમાં ભાગ લેવા પહોંચેલા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા માટે તલપાપડ થયા છે. તેમણે રશિયાની એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, બન્ને દેશ વચ્ચે તણાવ ઓછો થવો જોઈએ. અમને આશા છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન સાથે તણાવ ઓછો કરવા અને બન્ને દેશ વચ્ચે સંબંધ સુધારવા માટે પ્રયાસ કરશે.

તેમણે વધુમાં કહ્યુ કે, બન્ને દેશ વચ્ચે જમ્મુ કાશ્મીરનો મુદ્દો હમેશા વિવાદનું કારણ કહ્યો છે. જેથી કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા બન્ને દેશોએ સાથે મળીને વાતચીત કરવી જોઈએ. ઈમરાન ખાને આ પ્રકારનો ઇન્ટરવ્યૂ ત્યારે આપ્યો જ્યારે  પીએમ મોદીએ સમિટમાં ઈમરાન ખાન સાથે મુલાકાત તો શું તેમની સામે જોવાની પણ તસ્દી લીધી નથી. કેમ કે, ભારત સતત પાકિસ્તાનના આતંકવાદનો વિરોધ કરી રહ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈજેશન સમિટમાં સામેલ થવા માટે કિર્ગિસ્તાનના બિશ્કેકના મહેમાન બન્યા છે. જ્યા પીએમ મોદી સિવાય પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન પણ પહોંચ્યા છે. જોકે, આ સમિટમાં બન્ને નેતા વચ્ચે કોઈપણ પ્રકારની મુલાકાત થવાની નથી. ઈમરાન ખાન અને પીએમ મોદી વચ્ચે માત્ર ગણીને 20 ફૂટ જેટલુ અંતર હશે. પરંતુ આતંકવાદને પોષણ આપતા પાકિસ્તાનના વડા ઈમરાન ખાન સામે પીએમ મોદીએ જોવાનું પણ અયોગ્ય સમજ્યુ.

પીએમ મોદીએ સમિટમાં તમામ દેશના વડાઓ સાથે મુલાકાત કરી છે. પરંતુ ભારતે પાકિસ્તાન સાથે બેઠક કરવાની મનાઈ કરી છે. સમિટમાં ઈમરાન ખાનથી પીએમ મોદી ત્રણ સીટ દૂર બેઠા હતા. મહત્વપૂર્ણ છે કે, પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ દબાણ શરૂ કર્યુ છે. ભારતે પુલવામા હુમલા બાદ બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનમાં આયોજિત શંઘાઈ સમિટમાં સભ્ય રાષ્ટ્રને સંબોધિત કરશે. જે  બાદ પીએમ મોદી ભારત-કિર્ગિસ્તાન બિઝનેસ ફોરમનું પણ ઉદ્ધાટન કરશે. મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી સમિટમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવી શકે છે. આ પહેલા પીએમ મોદીએ ગુરૂવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી.

જેમા ભારતે રશિયા સાથે દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઇ પર લઇ જવા પર ભાર મુક્યો. મોદીએ બેઠક દરમિયાન અમેઠીમાં રશિયા દ્વારા સ્થાપવામાં આવેલા રાઇફલ મેન્યુફેંકચિંગ યુનિટ બદલ રશિયાનો આભાર માન્યો. આ ઉપરાંત પુતિન દ્વારા આપવામાં આવેલા નિમંત્રણનો પીએમ મોદીએ સ્વિકાર કર્યો. તેઓ સપ્ટેમ્બરમાં રશિયાના પ્રવાસે જઇ શકે છે.

Read Also

Related posts

સરદાર સરોવર ડેમ પાસેની ધરા ધ્રૂજી ઉઠી, રાત્રે બે વાગ્યે ત્રણની તિવ્રતાનો ભૂકંપ

Mayur

આરબીઆઇ સરપ્લસ કેપિટલ તબક્કાવાર રીતે ત્રણ થી પાંચ વર્ષમાં સરકારને ટ્રાન્સફર કરશે

Arohi

આજે કર્ણાટકમાં કુમારસ્વામીની અગ્નિપરિક્ષા, સરકાર તૂટવાના એંધાણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!