GSTV

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Last Updated on January 17, 2020 by Ankita Trada

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત કાશ્મીર અને આર્ટિકલ-370નો રાગ આલાપ્યો છે. જર્મનીની મીડિયા સંસ્થાને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ભારત સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ ચીનના ઉઇગર મુસ્લિમોને અપાઇ રહેલી યાતના પર ગોળગોળ જવાબ આપ્યો હતો.

imaran khan
imarankhan

પાકિસ્તાની PMએ જણાવ્યું કે, હકીકત તો એ છે કે, દુનિયાએ કાશ્મીર મુદ્દે ધ્યાન આપ્યું નથી. હોંગકોંગના પ્રદર્શન ટીવી પર દેખાડવામાં આવી રહ્યું છે, પરંતુ કાશ્મીરમાં જે થાય છે તેના પર કોઇ ધ્યાન આપતું નથી. કાશ્મીરની આઝાદીની તરફેણ કરતા ઇમરાને કહ્યું કે, કાશ્મીરના લોકોને નિર્ણય કરવા દેવામાં આવવો જોઈએ. પાકિસ્તાન જનમત સંગ્રહ માટે તૈયાર છે.

જ્યારે ઈમરાન ખાનને POK અંગે પૂછવામાં આવ્યું તો, તેમએ જૂઠ્ઠાણુ ચલાવ્યું અને કહ્યું ત્યાં બધુ ઠીક છે. જ્યારે ચીનમાં ઉઇગરના મુસ્લિમો પર થઇ રહેલા અત્યાચાર વિષે પૂછવામાં આવ્યું ત્યારે ઇમરાને કહ્યું કે, ભારતમાં જે થઇ રહ્યું છે તેનું તુલના ચીનમાં ઉઇગરોની સાથે થઇ શકે નહીં. ચીન અમારૂ મિત્ર હોવાથી અમે સંવેદનશીલ મુદ્દાઓ પર તેની સાથે વ્યક્તિગત રીતે વાત કરીએ છીએ, સાર્વજનીક રીતે નહીં.

READ ALSO

Related posts

સેવા સેતુ કે કુસેવા? ક્યાંક લોકોએ ફરજિયાત ભાષણ સાંભળવું પડ્યું, ક્યાંક બાળકો સહિતની ભીડ ભેગી કરાઈ તો ક્યાંક વળી લોકોના કામ ટલ્લે ચડ્યાં..

Bansari

ફાયદાનો સોદો/ FD કરતાં વધુ રિટર્ન આપે છે LICની આ પોલીસી, એકવાર રૂપિયા જમા કરીને મેચ્યોરિટી પર મેળવો 27 લાખ

Bansari

વાઘોડિયા: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું ફરી વિવાદિત નિવેદન, જાણો આ વખતે શું બોલ્યા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!