GSTV

ઈમરાન ખાનનો ભારત વિરોધી રાગ, મોદી સરકારને ગણાવી મુસ્લીમ વિરોધી

Last Updated on December 7, 2018 by Arohi

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભાજપ સરકારને મુસ્લિમ અને પાકિસ્તાન વિરોધી ગણાવી છે. ઇમરાન ખાને વોશિંગટન પોસ્ટમાં આવેલા એક ઇન્ટરવ્યુમાં આ પ્રકારની વાત કરી છે. ઇન્ટરવ્યુમાં તેમણે પીએમ મોદીનું નામ તો નથી લીધુ પણ ઇશારા ઇશારામાં તેમણે ભારતમાં મોદી સરકારનો વિરોધ કર્યો. આ ઉપરાંત તેમણે ઇન્ટરવ્યુમાં કરતારપુર કોરિડોર અને 26-11 મુંબઈ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઇમરાન ખાનને પૂછવામાં આવ્યુ કે, મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડને સજા થવી જોઈએ. તેના જવાબમાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે, મુંબઈ પર હુમલો કરનારા પર પગલા ભરવા જોઈએ. ઇમરાન ખાને જણાવ્યું કે, પાકિસ્તાન સરકારને આશા છે કે, ભારતમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ભારત ફરીવાર વાતચીત માટે પ્રક્રિયા શરૂ કરશે. ભારતમાં ચૂંટણી આવી રહી હોવાના કારણે ભારત સરકાર પાકિસ્તાનનો વિરોધ કરી રહી છે. જોકે ભારતમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સબંધમા સુધારો થઈ શકે છે.

Read Also 

Related posts

ગોલમાલ / કરોડો રૂપિયાનું બિઝનેસ કરે છે રિક્ષા ચાલક! આવકવેરા વિભાગે મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો

Zainul Ansari

મહત્વનું: આંતકવાદને ગૃહમંત્રી શાહનો લલકાર, બુલેટ પ્રુફ વગર છું હાજર: તમે પણ મન અને હ્રદયમાંથી કાઢી નાખો ડર

pratik shah

અંતરિક્ષમાં ચીનને માત આપશે અમેરિકાની સેના; બનાવવા જઈ રહી છે સુપરહાઈવે, જાણો શું છે પ્લાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!