GSTV
Home » News » ભાજપની જંગી જીત બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી વિશે આપ્યું આ નિવેદન

ભાજપની જંગી જીત બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી વિશે આપ્યું આ નિવેદન

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે Tweet કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી.

ખાને કહ્યું હતું કે, ‘હું ભાજપ અને સાથી પક્ષોની ચૂંટણીમાં જીત પર વડાપ્રધાન મોદીને અભિનંદન આપું છું. દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે તેમની સાથે આગળ પણ કામ કરવાની આશા છે.’

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીના પરિણામ પરથી સ્પષ્ટ થઇ ગયું છે દેશમાં ફરી એકવાર મોદી સરકાર રચાવા જઇ રહી છે. નરેન્દ્ર મોદીની ભવ્ય જીત સામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ પૂરવાર થયું છે.

ભાજપે ભારે બહુમતી મેળવ્યા બાદ પીએમ મોદીએ પહેલું ટ્વીટ કરીને લોકોનો આભાર માન્યો. તેમણે ટ્વીટમાં લખ્યું. સૌનો સાથ સૌનો વિકાસ, સોનો વિશ્વાસ ટ્વીટમાં વિજયી ભારત લખીને તેમણે તેમણે દેશની જનતાનો વિજય ગણાવ્યો.

અત્યાર સુધી ભાજપનું સુત્ર હતું સૌનો સાથ સૌનો વિકાસ. ત્યારે ફરીથી પ્રજાએ ફરીથી ભાજપ પર વિશ્વાસ મુકતાં પીએમ મોદીએ સૂત્રમાં સૌનો વિશ્વાસ શબ્દ પણ ઉમેર્યો.

ભુટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂકએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા

ભુટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂકએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે ભુટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂકે ટેલિફોન દ્વારા વાતચીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે.

શ્રીલંકાના વડા પ્રધાને Tweet કરી પાઠવી શુભેચ્છા

શ્રીલંકાના વડા પ્રધાન અને યુનાઈટેડ નેશનલ પાર્ટીના નેતાએ પણ Tweet કરીને પીએમ મોદીને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે- એક ભવ્ય વિજય પર @ નારેન્દ્રમોદીને અભિનંદન! અમે તમારી સાથે કામ કરવા માટે આતુર છીએ.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મેત્રીપાલ સિરીસેના, વડા પ્રધાન રણિલ વિક્રમસિંઘે અને મુખ્ય વિરોધ પક્ષના નેતા મહિન્દ્રા રાજપક્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. કારણ કે તેઓ તેમની ભારતીય જનતા પાર્ટીને બીજા કાર્યકાળમાં વિજય તરફ દોરી ગયા છે.

ચિનના પ્રેસિડેન્ટ શી ઝીનપીંગે પીએમ મોદીને Tweet દ્વારા શુભેચ્છા પાઠવી હતી.

Read Also

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Kaushik Bavishi

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Kaushik Bavishi

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!