GSTV
Home » News » હવે અહીં માત્ર એક જ રસ્તો છે અને તે છે કાશ્મીરની આઝાદી છે : ઈમરાન ખાન

હવે અહીં માત્ર એક જ રસ્તો છે અને તે છે કાશ્મીરની આઝાદી છે : ઈમરાન ખાન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી આમરાન ખાને બુધવારે જણાવ્યું કે કાશ્મીરીઓની સાથે તેઓ ઉભા છે અને સંધર્ષના સમયમાં તેમનું સમર્થન કરે છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર ઈમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કશ્મીર પહોંચ્યા અને ત્યાંની વિધાનસભાને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત તરફથી જમ્મૂ કાશ્મીરમાં ઘારા 370 હટાવી દીધા પછી એક જ રસ્તો વધ્યો છે અને એ છે કાશ્મીરની આઝાદી.

પ્રધાનમંત્રી ઈમરાન ખાને જણાવ્યુ છે કે કાશ્મીરમાં ભારતીય સેનાનો જમાવડો નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની સૌથી મોટી રણનૈતિક ભુલ છે. ઈમરાન ખાને જણાવ્યું કે જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવો એ એક રીતે મોકો આપ્યો છે. તેમણે જણાવ્યું કે મને લાગે છે કે આ મોદીની સૌથી મોટી રાજનૌતિક ભુલ છે. મોદી અને તેમની ભાજપની સરકારે તેની સૌથી મોટી ભુલના પરિણામ ભોગવવા પડશે. તેમણે પોતાનુ ફાઈનલ કાર્ડ રમી દીધુ છે.

વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના ઘટનાક્રમની પહેલાં વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવું એ એકદમ પડકારજનક હતું પરંતુ કાશ્મીરનો મુદ્દો હવે (વિશ્વના મીડિયા) ચર્ચામાં આવ્યો છે. મોદીએ કાશ્મીરમાં કાર્યવાહી કરીને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવ્યો છે.

ઇમરાને વધુમાં કહ્યું, ‘હવે પાકિસ્તાન પર નિર્ભર છે કે તે આ મુદ્દાને કેવી રીતે હાઇલાઇટ કરે છે. હવે હું આ મુદ્દા બાબતે દુનિયાભરમાં રાજદૂત બનીશ અને કાશ્મીર મુદ્દાને દરેક મંચમાં ઉભા કરીશ. તે જ સમયે, પાકિસ્તાનના વડા પ્રધાને પણ કાશ્મીરને સંપૂર્ણ ટેકો આપવાનું વચન આપ્યું હતું.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!