GSTV

કંગાળ પાકિસ્તાન: કોરોના રસી ખરીદવા પણ નથી પૈસા, દેવુ વધતા ‘જિન્નાહ’ની ઓળખને ગીરવે મુકશે ઇમરાન

pakistan imran khan

દેવામાં ડુબેલા પાકિસ્તાન પાસે હવે કોરોનાની રસી ખરીદવા માટે પણ પૈસા નથી બચ્યા. આ વાતનો ખુલાસો ખુદ પાક.ના વડા પ્રધાન ઇમરાન ખાને કર્યો હતો. ઇમરાને કહ્યું હતું કે હાલ પાક.ની સ્થિતિ એવી છે કે તે વધુ પૈસા લોન પેટે લઇ શકે તેમ નથી.આ દેવામાંથી બહાર આવવા માટે હવે ઇસ્લામાબાદના સૌથી મોટા પાર્કને મોર્ગેજ કરવાની તૈયારી સરકાર કરી રહી છે. જેની મદદથી પાકિસ્તાન વધુ કેટલીક લોન લેવાની તૈયારી કરી રહ્યું છે.

પાકિસ્તાન

ઇસ્લામાબાદના સૌથી મોટા પાર્કને પાકિસ્તાન ગીરવે મુકવા માટે તૈયાર

પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યા અનુસાર એફ-9 નામના ઇસ્લામાબાદના સૌથી મોટા પાર્કને પાકિસ્તાન ગીરવે મુકવા માટે તૈયાર થઇ ગયું છે. જેના બદલામાં તેને 500 બિલિયન ડોલરની લોન મળવાની આશા છે. આટલી રકમથી પાકિસ્તાન અગાઉનું જે દેવું છે તેમાંથી બહાર નિકળવાના પ્રયાસો કરશે અને નબળા અર્થતંત્રને પાટે લાવવામાં આવશે.

પાકિસ્તાન

759 એકરમાં ફેલાયેલુ પાર્ક પાક.નું સૌથી મોટુ ગ્રીન ઝોન

મંગળવારે વડા પ્રધાન ઇમરાન ખાનની આગેવાનીમાં એક બેઠક યોજાવા જઇ રહી છે જેમાં આ પાર્કને ગીરવી મુકવા માટેનો નિર્ણય લેવામાં આવશે. ઇસ્લામાબાદમાં આવેલા એફ-9 પાર્કને ફાતિમા જિન્નાહ નામ આપવામાં આવ્યું છે, અને તેની જમીનનો વિસ્તાર આશરે 759 એકર માનવામાં આવે છે. આ પાર્કમાં એટલી ગ્રીનરી છે કે તેને પાકિસ્તાનનો સૌથી મોટો હરિયાળી વાળો વિસ્તાર પણ માનવામાં આવે છે.

આ પાર્કને હવે ગીરવે મુકવામાં આવશે જેનો ઉપયોગ કોઇ પણ દેશ કે ઇન્ડસ્ટ્રી પોતાની મરજીથી કરી શકશે. આ નિર્ણય પાકિસ્તાનની નબળી ઇકોનોમી અને લોનના દેવામાંથી બહાર આવવા માટે લેવાયો હોવાનો પાક.ના અખબાર ડોનમાં દાવો કરાયો છે. ગત વર્ષે જ સાઉદી અરેબિયાએ પાકિસ્તાન પાસેથી 3 બિલિયન ડોલરની લોનની ઉઘરાણી કરી હતી.

Read Also

Related posts

કંગના રાણાવતે પોતાના જન્મને લઇ કર્યો મોટો ખુલાસો, જયારે ઘરેમાં પેદા થઇ હતી બીજી છોકરી

Sejal Vibhani

વ્હાઇટ હાઉસને ફરીથી કબ્જે કરવાનો ટ્રમ્પનો હુંકાર: મોદીના દોસ્તે હાર બાદ પ્રથમવાર જ જાહેરમાં ભારતને ઉતારી પાડ્યું

Mansi Patel

રસીકરણ/ જે લોકો સક્ષમ છે તેમણે પૈસા આપીને કોરોના વેક્સિન લેવી જોઇએ : મોદી સરકારે કરી અપીલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!