GSTV
Home » News » ઇમરાનખાનના શપથગ્રહણ સમારંભમાં અા ભારતીય ક્રિકેટરોને મળી શકે છે અામંત્રણ

ઇમરાનખાનના શપથગ્રહણ સમારંભમાં અા ભારતીય ક્રિકેટરોને મળી શકે છે અામંત્રણ

પાકિસ્તાનની ચૂંટણીમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈમરાનખાનની પાર્ટીને મળેલી જીત બાદ હવે ઈમરાનખાનને ભાવી વડાપ્રધાન તરીકે જોવામાં આવી રહ્યા છે. ઈમરાન વડાપ્રધાન તરીકે શપથ લે તો આ સમારોહમાં તે ભારતના કયા ક્રિકેટરોને બોલાવી શકે છે. તેની પણ અટકળો હવે થવા માંડી છે. ભારતની જાસૂસી સંસ્થા રોના પૂર્વ ચીફ એ એસ દુલાતના મતે ઈમરાનખાન પોતાના શપથ ગ્રહ સમારોહમાં કપિલ દેવ, સુનિલ ગાવાસકર અને સચિન તેંડુલકર સહિતના ક્રિકેટરોને આમંત્રણ આપે તો નવાઈ નહી હોય.દુલાતના મતે આ ક્રિકેટરો સાથે ઈમરાનને દોસ્તી છે.

દુલાતે વધુમાં કહ્યું હતું કે ઈમરાખાન ઈમાનદાર નેતા છે. મેં તો 6 મહિના પહેલા જ તેમની જીતની આગાહી કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ઈમરાન ચૂટણી જીત્યા બાદ ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસકર અને કપિલ દેવે શુભેચ્છાઓ પાઠવી હતી અને ક્રિકેટ ટીમની જેમ ઈમરાન દેશની પણ સેવા કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. કપિલે તો કહ્યું હતું કે ઈમરાનના પીએમ બનવાથી ભારત અને પાકિસ્તાનના સબંધો વધારે મજબૂત બનવાની તક છે.

Related posts

ગંભીર મુદ્દાઓના સમાધાન માટે આખી પાર્ટી રહેતી હતી અરૂણ જેટલી પર નિર્ભર: અડવાણી

Mansi Patel

ભાગ્યે જ જોવા મળતી બિમારીનો ભોગ બન્યા જેટલી, અરૂણ જેટલીને સોફ્ટ ટિશ્યુ સારકોમા કેન્સર હતુ

Riyaz Parmar

અસ્ત થયા અરૂણ: મોદી-શાહનાં સંકટમોચક અરૂણ જેટલીનું પાકિસ્તાન કનેક્શન કંઇક આવું હતું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!