GSTV

ઈમરાન ખાન અને અવંતિકા બંને થઈ ગયા છે અલગ, ત્યારે અવંતિકાની મમ્મીએ કહ્યું કંઈક આમ

એક્ટર ઈમરાન ખાન અને તેની પત્ની અવંતિકા વચ્ચે મતભેદ ચાલી રહી છે. બંનેએ લાંબા અફેર પછી 2011માં લગ્ન કર્યા હતા. એક મહિના પહેલા બંને અલગ થઈ ગયા હતા અને તેમાં અવંતિકાએ ઘર છોડી દીધું હતું. બંનેના સંબંધની વાતને લઈ અવંતિકાની મા વંદના મલિકે પોતાનું મોન તોડ્યું છે.

એક એન્ટરટેનમેન્ટ મુજબ વંદના માલિકે કહ્યું કે, બંનેના સંબંધમાં કોઈ સુધારો નથી આવી રહ્યો, કંઈ બદલાયું પણ નથી. સમય જ નક્કી કરશે કે શું થશે. આ પહેલા વંદના માલિકે કહ્યું છે કે, ઈમરાન અને અવંતિકાના લગ્નને લઈ ચર્ચા ચાલી રહી છે, પરંતુ બંને વચ્ચે મતભેદ છે તે જલદી દૂર થઈ જશે.

બંનેના છૂટાછેડા ન થવા જોઈએ તેવું તેની મમ્મી ઈચ્છે છે. જણાવીએ કે અવંતિકાએ તેના નામમાંથી ખાન અટક પણ કાઢી નાખી છે. તે અત્યારે પિયરમાં રહે છે. બંને વચ્ચે જે મતભેદ છે તેને પરિવારવાળા દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે. અવંતિકાએ 24 એપ્રિલના દિવસે ઈમરાન ખાનનું ઘર છોડી દીધું હતું, અને તેની મા સાથે રહે છે.

25 એપ્રિલે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેને વાંચીને લાગે કેટલી હદ સુધી બંનેના સંબંધ બગડી ચૂક્યા છે. અવંતિકાએ લખ્યું કે, એક સવારે તમે ઊઠો છો અને બધું જ અલગ થઈ જાય છે. આ એજ દિવસ છે જ્યારે તેની જિંદગી બદલાઈ ગઈ છે. આ કોઈ વ્યક્તિ માટે નથી કે કોઈ કામ માટે, બસ ખાલી પોતાની ખુશી માટે છે. બંનેએ 2011માં લગ્ન કર્યા હતા. તેમનું લગ્ન જીવન ખુશી ખુશી પસાર થઈ રહ્યું હતું, પરંતુ બંને કયા કારણથી છૂટા પડ્યા છે તેનું કારણ જાણવા મળ્યું નથી.

Read Also

Related posts

શું તમે WhatsApp પર કોઈએ કરી દીધા છે બ્લોક, તો આ સ્માર્ટ ટ્રીકથી કરો મેસેજ

Ankita Trada

જાણો ક્યાં છે ભારત વિરોધી ચીન, પાકિસ્તાન સહિતના દેશોનો મિસાઈલ બેઝ

Karan
Do NOT follow this link or you will be banned from the site!