GSTV
News Trending World

ઈમરાનને હાશકારો / પાકિસ્તાના પૂર્વ પીએમ ઈમરાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટ આપી મોટી રાહત, ધરપકડ વોરંટ સસ્પેન્ડ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનને તોશાખાના કેસમાં આજે ઈસ્લામાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટ ઈમરાન ખાન સામે જારી કરવામાં આવેલા બિનજામીન પાત્ર વોરંટ પર રોક લગાવી દીધી છે. ઈમરાન ખાને ધરપકડ વોરંટ પર ખારિજ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી જેના પગલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ઈમરાને મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોર્ટે 18 માર્ચ સુધીમાં ઈમરાન ખાનની ધરપકડ કરીને અદાલત સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

,જોકે ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાનને આવતીકાલ સુધી નીચલી કોર્ટમાં હાજર રહેવાની તક પણ આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આમર ફારુકે ખાન વિરુદ્ધ જારી કરાયેલ ધરપકડ વોરંટને રદ કરતા કહ્યું કે સેશન્સ કોર્ટ અને પોલીસને પણ તેમને પૂરતી સુરક્ષા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

જાણો શું છે તોશખાના વિવાદ

તોશખાના એ કેબિનેટનો એક વિભાગ છે જ્યાં અન્ય દેશોની સરકારો રાજ્યોના વડાઓ અને વિદેશી મહેમાનો દ્વારા આપવામાં આવતી કિંમતી ભેટો રાખવામાં આવે છે. નિયમો પ્રમાણે તોશખાનામાં અન્ય દેશના નેતાઓ અથવા મહાનુભાવો પાસેથી મળેલી ભેટો રાખવી જરૂરી છે. ઈમરાન ખાન વર્ષ 2018માં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. આરબ દેશોની મુલાકાત દરમિયાન તેમને ત્યાંના શાસકો પાસેથી મોંઘીદાટ ભેટો મળી હતી.

ઈમરાન ખાને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

આ સાથે યુરોપના ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તરફથી કિંમતી ભેટો પણ મળી હતી જે ઈમરાન ખાને તોશાખાનામાં જમા કરાવી હતી. પરંતુ બાદમાં ઈમરાન ખાને તેમને સસ્તા ભાવે ખરીદ્યા અને મોટા નફામાં વેચી દીધા. જો કે તેમની સરકારે આ સમગ્ર પ્રક્રિયાને કાયદાકીય પરવાનગી પણ આપી હતી. આ સમગ્ર મામલે ખુલાસો આપતા ઈમરાન ખાને કહ્યું હતું કે, તોશાખાનામાંથી ભેટ વેચવાના વિરોધ પક્ષોના આરોપો પાયાવિહોણા છે. કારણ કે તેણે તોશાખાનામાંથી જે કંઈ પણ ખરીદ્યું છે તેનો રેકોર્ડ છે.

READ ALSO

Related posts

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth

ચૈત્ર નવરાત્રીમાં આદ્યશક્તિના સાતમાં સ્વરૂપની આરાધના / મા કાલરાત્રીની પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

Hina Vaja

આર્થિક તંગીથી પરેશાન છો ? એક દીવો કરી શકે છે તમારી બધી જ સમસ્યા દૂર, આ રીતે કરો ઉપાય

Padma Patel
GSTV