GSTV
Home » News » ખરાબ સમયમાં પાક.ને મળી આઇએમએફની મદદ છતાં પણ ખુશ નથી ઇમરાન ખાન

ખરાબ સમયમાં પાક.ને મળી આઇએમએફની મદદ છતાં પણ ખુશ નથી ઇમરાન ખાન

પાકિસ્તાનને ખરાબ સમયમાં જ આઇએમએફ તરફથી આર્થિક મદદ મળતા શ્વાસ લેવાનો મોકો મળયો છે, છતાં પાક. વડાપ્રધાન ઇમરાન ખુશ નથી.  મહીનાઓ સુધી ચાલેલી લાંબી વાટાઘાટો બાદ આંતરરાષ્ટીય નાણાં ભંડોળ(આઇએમએફ)એ પાક.ને ૬ અબજ ડોલરનું બેઇલ પેકેજ આપવા માટે સંમતિ આપી છે.

જ્યારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાક.ને ત્રણ વર્ષંમાં આ મદદ મળશે.આઇએમએફની આ આર્થિક મદદથી પાક.ના અર્થતંત્રને શ્વાસ લેવાનો મોકો મળી ગયો છે તો બીજી તરફ ઇમરાન ખાનને કેટલાય પડકારોનો હજુ સામનો કરવાનો બાકી છે. પાક.ના નાણા મંત્રી અબ્દુલ હાફીઝ શેખે એક પાક. ચેનલના ઇન્ટરવ્યૂમાં એવી આશા વ્યકત કરી કે તેના દેશનું આ છેલ્લું આર્થિક મદદનું પેકેજ હશે. આ સમજુતી મુજબ પાક. નાણાની કિંમત હવે બજાર આધારીત વિનિમય દર પર આધારીત હશે.આ ઉપરાંત પાકના ખોટમાં ચાલતા સરકારી સંસ્થાના કામકાજ સુધારવા પડશે, સરકારી ખર્ચ અને સબસીડીમાં કાપ મુકવો પડશે.

આઇએમએફની શરતો મુજબ હવે પાક. સરકારે ૭૦૦ અબજ વધારાના મેળવવા માટે વીજળીના દર વધારવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.ગત વર્ષ ઇમરાન ખાને પાક.ની સત્તા સંભાળી ત્યારે દેશને સીએડીમાં નુકસાન વધ્યું હતું અને આવકમાં પણ મોટો ઘટાડો થયો હતો અને પાક.નું વિદેશી નાણા ભંડોળ લગભગ ખાલી  જેવું જ હતું.ઇમરાન સરકારના મંત્રી હમ્માદ અઝહર કહે છે કે આઇએમએફના આ પેકેજથી પાક.નું નાણા ચુકવણાનું સંકટ હાલ તો ટળી ગયું છે.

હાલમાં પાક.ના નાણા ચુકવણામાં ૧ર અબજ ડોલરનો તફાવત છે અને આ બેઇલ પેકેજથી આ વર્ષ અને આગામી ત્રણ વર્ષમાં આ તફાવત એકદમ ઓછો કરવામાં મદદ મળશે. પાક.એ ૧૯૮૦ પછી કેટલીય વખતે નાણા મદદ માટે આઇએમએફના દરવાજા ખખડાવ્યા હતા.આઇએમએફની મદદ પણ આકરી શરતોએ મળતી હોવાથી ઇમરાન તેની ટીકા પણ કરતા આવ્યા છે.ઇમરાને સત્તા સંભાળયા બાદ સરકારની નીતિઓ પર આકરી શરતો લાવવામાં આવશે તેવા ભયથી તેમણે આઇએમએફની મદદ લેવાથી દૂર રહયા હતા અને તેમણે તો એટલે સુધી કીધું હતું કે આઇએમએફની મદદ લેવા કરવા જવા કરતા તો  મરી જવું સારૂં.હવે જયારે તેમણે મદદ લીધી છે ત્યારે વિરોધીઓને આ મુદે ઇમરાનને ઘેરવાનો મોકો મળશે.

READ ALSO

Related posts

ઇસરોએ ચંદ્રયાન -2 દ્વારા મોકલેલા ક્રેટરની આ અદભૂત 3 ડી તસવીર રજૂ કરી

pratik shah

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

‘તારે આગળ વધવું હોય તો હું કહું તેમ કરવું પડશે’, માર્શલ આર્ટ શીખવતા શખ્સે યુવતી સાથે એવું કર્યું કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!