GSTV

પાકિસ્તાનમાં અહીં છુપાયો છે મસૂદ અઝહર, ઈમરાન ખાને જ બોમ્બ પ્રુફ ઘરમાં આપી છે શરણ

પાકિસ્તાનના જૂઠ્ઠાણા પરથી વધુ એકવાર પડદો ઉઠ્યો છે. પાકિસ્તાને તાજેતરમાં જ મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર  લાપતા થયા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ મસૂદ પાકિસ્તાનના બહાવલપુરમાં છૂપાયો હોવાનું સામે આવ્યુ છે. મસૂદ અઝહર જે ઘરમાં છુપાવ્યો છે તે ઘરને બોમ્બ હુમલાની પણ કોઈ અસર થઈ શકે તેમ નથી.

અન્ય ત્રણ રહેઠાણ પણ મળી આવ્યા

આ સાથે આતંકી મસૂદના અન્ય ત્રણ રહેઠાણ પણ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અઝહરના છુપાયેલા સ્થળોનો ખુલાસો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાન ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની સામે કહી રહ્યું છે કે, મસુદ અઝહર ગુમ થયો છે.

તાજેતરમાં પાકિસ્તાને આતંકવાદી હાફિઝ સઇદને આતંકવાદના ભંડોળ માટે લગભગ 5 વર્ષની સજા સંભળાવી છે. પરંતુ અઝહર અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ ઝકીઉર રહેમાન લખવી વિરુદ્ધ કાર્યવાહ કરવામાં આવી નથી.

જૈશે પુલવામાં આતંકી હુમલાની પણ લીધી હતી જવાબદારી

મહત્વપૂર્ણ છે કે, 14 ફેબ્રુઆરી, 2019ના દિવસે જૈશે પુલવામા આતંકી હુમલાની જવાબદારી પણ લીધી હતી. જે બાદ ભારતે પાકિસ્તાન પર દબાણ કર્યુ હતુ. જેથી મસૂદને જેલમાં પણ નાખવામાં   આવ્યો હતો. જોકે, મસૂદ હવે પાકિસ્તાનમાં હોવાના અહેવાલ સામે આવ્યા છે.

Read Also

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!