GSTV
Gujarat Government Advertisement

પીઓકેમાં ઈમરાન સરકારે જાહેર કરી ઈમરજન્સી, સેનાએ નેતાઓને જેલમાં ધકેલી દીધા

Last Updated on October 23, 2019 by Mansi Patel

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં લોકોએ પાકિસ્તાન વિરૂદ્ધ બળવો પોકારતા હરકતમાં આવેલી ઇમરાન સરકારે પીઓકેમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે. પીઓકેમાં આઝાદીને લઇને ચાલી રહેલા પ્રદર્શન પર લગામ કસવા માટે પાકિસ્તાની સેનાએ મુઝફ્ફરાબાદમાં ઇમરજન્સી લાગુ કરી છે.

પાકિસ્તાનના સૈનિકોએ પ્રદર્શન કરી રહેલા યુવકો પર ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. સેનાની આ કાર્યવાહીમાં પત્રકારો સહિત અનેક યુવકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પીઓકેના મુઝફ્ફરાબાદમાં રાજકીય પાર્ટીઓ દ્વારા આયોજીત વિરોધ પ્રદર્શનમાં પોલીસ દમન જોવા મળ્યો હતો. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલી રેલી પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

જેના કારણે બે લોકોના મોત નિપજ્યા. જ્યારે કે અનેક લોકો પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયા. મંગળવારે ઓલ ઇન્ડિપેન્ડેટ એલાયન્સના બેનર હેઠળ ઘણી રાજકીય પક્ષોએ એક જનસભાનું આયોજન કર્યું હતુ. આ દરમિયાન ત્યાં પ્રદર્શન શરૂ થઇ ગયું હતુ. જે બાદ પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.. જેમાં સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે કે પ્રદર્શનકારીઓ પર પોલીસ કેવી રીતે અત્યાચાર કરી રહી છે. પોલીસના લાઠીચાર્જ બાદ ત્યાં નાસભાગ મચી ગઇ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજકોટમાં મહિલા પોલીસે ઝડપ્યું કુટણખાનું, સગીરા સહિત મહિલાને નરાધમોની ચંગુલમાંથી બચાવ્યા

pratik shah

અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ, ધારાસભ્યનું નિવેદન

Damini Patel

ભાજપના વિરોધ પર સંજય રાઉતનું નિવેદન, અમે પ્રમાણિત ગુંડા છીએ, કોઇ સર્ટિફિકેટની જરુર નથી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!