GSTV
News World ટોપ સ્ટોરી

પાકિસ્તાનમાં બબાલ/ દરવાજો તોડીને પૂર્વ પીએમ ઈમરાનખાનના ઘરમાં ઘૂસી પોલીસ, બુલડોઝરથી દરવાજો તોડ્યોઃ પીટીઆઈ કાર્યકર્તાઓની કરી ધોલાઈ

ગત વર્ષે સેનાની આલોચના કર્યા બાદ સત્તા ગુમાવનારા પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. તેઓ ઈસ્લામાબાદની કોર્ટમાં હાજર થવા ઘરેથી નીકળતાની સાથે ઘર પર પોલીસ દરવાજો તોડીને ઘૂસી અને લાઠી ચાર્જ ચાલુ કરી દીધો. આ વાત ઈમરાને પોતે ટ્વીટ કરીને કહી છે મારા કોર્ટમાં હાજર થવા જવા બાદ ઘરે હુમલો કરી દેવાયો છે. આ કેવા પ્રકારનો કાયદો છે.

ઈમરાનના ઘરની બહાર માહોલ ખરાબ થયો છે. પોલીસ તરફથી બતાવાયું છે કે ઈમરાનના જમાનપાર્ક સ્થિત ઘરની છતથી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. એના જવાબમાં પોલીસે ત્યાં હાજર પીટીઆઈ કાર્યકર્તાઓની ધોલાઈ કરી. કાર્યકર્તાઓને હટાવવા માટે પાણીમારો પણ કરાયો. પોલીસે આ એક્શનમાં ઈમરાનના ઘરનો દરવાજો તોડવા માટે બુલડોઝરનો પણ ઉપયોગ કર્યો.

તોશાખાના ઘટનામાં આરોપી ઈમરાનખાન પર સંકટના વાદળો હજુ પણ બરકરાર છે. તે આજે ઈસ્લામાબાદની કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા પરંતુ તેમના કાફલાને કોર્ટમાં જતા પહેલા ઈસ્લામાબાદ ટોલપ્લાઝા પર રોકી દેવાયો છે. તો ઈમરાનખાનના ઈસ્લામાબાદ માટે રવાના થયા તો લાહોર સ્થિત ઘરે પોલીસ પહોંચી. આ દરમિયાન પોલીસ અને પીટીઆઈ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ. ઈમરાનખાને ઈસ્લામાબાદ જતાં પહેલા વીડિયો જારી કરતાં કહ્યું કે આ લોકો મારી ધરપકડ કરી લેશે. મારી ધરપકડ લંડન પ્લાનનો હિસ્સો છે. મારી ધરપકડ નવાજ શરીફના કહેવા પર થઈ રહી છે.

ઈમરાને કહ્યું કે પંજાબ પોલીસે જમાન પાર્કમાં મારા ઘર પર હુમલો કર્યો જ્યાં બુશરા બેગમ એકલી છે. આ કેવા પ્રકારનો કાયદો છે? લંડન યોજનાના હિસ્સા મુજબ ભાગેડુ નવાજ શરીફની એક નિયુક્તિ પર સહમત થવાની અવેજમાં સત્તામાં લાવવા માટેની પ્રતિબદ્ધતા બતાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ

Rajat Sultan

જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ

Rajat Sultan

અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

Rajat Sultan
GSTV