GSTV
Home » News » કલમ 370 હટતા પાકિસ્તાન દુનિયાના દેશો પાસે મદદની ભીખ માગવા દોડ્યું

કલમ 370 હટતા પાકિસ્તાન દુનિયાના દેશો પાસે મદદની ભીખ માગવા દોડ્યું

ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકારમાં ફફડાટ ફેલાયો છે. પાકિસ્તાને યુએનમાં તાકીદ બેઠક બોલાવવાની અપીલ કરી છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દુનિયાના દેશો પાસે મદદની ભીખ માગી રહ્યુ છે. જોકે, આતંકવાદનો ગઢ ગણતા પાકિસ્તાનને કોઈપણ દેશ મદદ કરવા તૈયાર નથી.

પાકિસ્તાને યુએનમાં સ્થાપી પ્રતિનિધિ મલીહા લોધી દ્વારા યુએનના અધ્યક્ષને ઔપચારિક પત્ર મોકલ્યો છે. તો બીજી તરફ અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ જણાવ્યુ હતુ કે, પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન પોતાના દેશની સીમા પર શાંતિ સ્થાપિત કરે. અમેરિકા ભારત અને પાકિસ્તાન પર નજર રાખી કહ્યુ છે.

મહત્વપૂર્ણ છે કે, મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જમ્મુ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાનો ઇનકાર કર્યો.. ગત દિવસે ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન ઈચ્છે તો અમેરિકા મધ્યસ્થા કરવા માટે તૈયાર છે. પરંતુ ભારતના વિરોધ બાદ અમેરિકાએ મધ્યસ્થી કરવાનો ઇનકાર કર્યો છે.

Read Also

Related posts

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur

માત્ર થોડા હજારમાં ફરી શકો છો આખુ અઠવાડિયું યૂરોપમાં, આ રીતે કરો પ્લાનિંગ

NIsha Patel

PM મોદી-અમિત શાહ સહિત આ નેતાઓએ અરૂણ જેટલીના નિધન પર વ્યક્ત કર્યો શોક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!