GSTV
Home » News » વિશ્વભરના નેતાઓએ મોદીને પાઠવી શુભકામના, ઈમરાન ખાને કહ્યું કંઈક આવું

વિશ્વભરના નેતાઓએ મોદીને પાઠવી શુભકામના, ઈમરાન ખાને કહ્યું કંઈક આવું

Shatrughan Sinha

લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિજય થયો તે પછી નેતાન્યાહૂ, જિનપિંગ અને પુતિને સૌપ્રથમ શુભેચ્છા પાઠવી હતી. શરૂઆતમાં એનડીએની તરફેણમાં ટ્રેન્ડ આવ્યો ત્યાં જ નેતાન્યાહૂએ ટ્વીટ કરીને મોદીને નવી શરૂઆત માટે વધામણી આપી હતી.

વિશ્વભરના નેતાઓએ નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સૌપ્રથમ અભિનંદન ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂએ આપ્યા હતા.

નેતાન્યાહૂએ ટ્વીટ કરીને લખ્યું હતું : અસરકારક વિજય મેળવવા બદલ મિત્ર નરેન્દ્ર મોદીને અભિનંદન, આ વિજયે ફરી વખત દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં તમારા પ્રભાવને સાબિત કર્યો છે. આપણે સાથે મળીને બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનાવીશું.

ચીનના પ્રમુખ જિનપિંગે મોદીને પત્ર લખીને એનડીએના વિજય બદલ શુભેચ્છા પાઠવી હતી. જિનપિંગે કહ્યું હતું કે તમારા નેતૃત્વમાં એનડીએને લોકસભાની ચૂંટણીમાં વિજય મળ્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન, આપણે બંને સાથે મળીને ચીન-ભારતના સંબંધોને વધુ બહેતર બનાવવાની દિશામાં સદ્ધર કામ કરીશું.

રશિયન પ્રમુખ પુતિને ફોનમાં નરેન્દ્ર મોદીને લોકસભાના વિજય બદલ અભિનંદન આપ્યા હતા. એ જ રીતે જાપાના વડાપ્રધાને પણ ફોન કરીને શુભકામના પાઠવી હતી. ભૂટાનના નરેશ ખેસર નામગ્યાસે ટેલિફોન કરીને મોદીને શુભેચ્છા આપી હતી.

વિશ્વભરના નેતાઓમાં શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમેસિંઘે, અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગની, નેપાળના વડાપ્રધાન કે.પી. શર્માએ વડાપ્રધાનને શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. ભારત-પાક.ના તંગ સંબંધો વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી હતી.

જર્મનીના રાજદૂતે વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યા હતા. વિશ્વભરના નેતાઓએ બીજી ટર્મમાં મોદી સાથે મળીને દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની દિશામાં કાર્ય કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે Tweet કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી.

ખાને કહ્યું હતું કે, ‘હું ભાજપ અને સાથી પક્ષોની ચૂંટણીમાં જીત પર વડાપ્રધાન મોદીને અભિનંદન આપું છું. દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે તેમની સાથે આગળ પણ કામ કરવાની આશા છે.’

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીના પરિણામ પરથી સ્પષ્ટ થઇ ગયું છે દેશમાં ફરી એકવાર મોદી સરકાર રચાવા જઇ રહી છે. નરેન્દ્ર મોદીની ભવ્ય જીત સામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ પૂરવાર થયું છે.

ભાજપે ભારે બહુમતી મેળવ્યા બાદ પીએમ મોદીએ પહેલું ટ્વીટ કરીને લોકોનો આભાર માન્યો. તેમણે ટ્વીટમાં લખ્યું. સૌનો સાથ સૌનો વિકાસ, સોનો વિશ્વાસ ટ્વીટમાં વિજયી ભારત લખીને તેમણે તેમણે દેશની જનતાનો વિજય ગણાવ્યો.

અત્યાર સુધી ભાજપનું સુત્ર હતું સૌનો સાથ સૌનો વિકાસ. ત્યારે ફરીથી પ્રજાએ ફરીથી ભાજપ પર વિશ્વાસ મુકતાં પીએમ મોદીએ સૂત્રમાં સૌનો વિશ્વાસ શબ્દ પણ ઉમેર્યો.

Read Also

Related posts

શોપિયોમાં એક કેબ ડ્રાઇવરે બેસાડી કશ્મીરિયતની મિસાલ, પાછા આપ્યા પ્રવાસીના 10 લાખ રૂપિયા

NIsha Patel

આ શું? બાળકના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું અને ડોક્ટરે પાટો બાંધ્યો જમણા હાથમાં!

Bansari

કમરતોડ મોંઘવારીથી પાકિસ્તાનની જનતા બેહાલ, આવતા મહિને 190 ટકા વધી શકે છે ગેસની કિંમત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!