પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરીવાર ચંચુપાત કર્યો છે. નસીરૂદ્દીને આપેલા નિવેદન બાદ ઇમરાન ખાને નિવેદન આપ્યું છે. ઇમરાન ખાને જણાવ્યું કે, મોદી સરકારને બતાવવામાં આવશે કે, લઘુમતીઓ સાથે કેવા પ્રકારનો વહેવાર કરવો જોઈએ. હવે લોકો કહી રહ્યા છે કે, ભારતમાં લઘુમતી સાથે સમાન નાગરિકની જેમ વ્યવ્હાર કરવામાં આવતો નથી. ઇમરાન ખાને આ પ્રકારનું નિવેદન પંજાબ સરકારના 100 દિવસ પૂર્ણ થતા લાહોરમાં આયોજિત એક કાર્યક્રમમાં આપ્યુ હતું.
ઇમરાન ખાને વધુમાં કહ્યુ કે, નબળા લોકોને ન્યાય નહી મળે તો વિદ્રોહ પેદા થશે. પૂર્વ પાકિસ્તાનના લોકોને તેમના અધિકારથી વંચિત રાખવામાં આવતા બાંગ્લાદેશનુ નિર્માણ થયુ છે. પાકિસ્તાનની સરકાર પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતી ધરાવતા લોકોને સમાન અધિકાર આપવાની કોશિશ કરી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે, નસીરૂદ્દીન શાહે મોબ લિંચિંગ અને પોતાના સંતોનની સુરક્ષાને લઈને ડર પર નિવેદન આપ્યું હતું કે ઘણી જગ્યાએ પોલીસ અધિકારીઓઝી વધારે ગાયની હત્યાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. દેશમાં ઝેર ફેલાયું છે, લોકોને કાયદો હાથમાં લેવાની છૂટ મળી ગઈ છે અને સ્થિતિ સુધરતી દેખાતી નથી. મને ડર લાગે છે કે મારા સંતાનો અંગે કાલે કોઈ ભીડ ઘેરી લેશે તો તેમની પાસે કોઈ જવાબ નહીં હોય.
Read Also
- ગલવાનમાં ચીની સૈનિકોને ધૂળ ચટાડનાર શહીદ કર્નલ સંતોષ બાબૂને મહાવીર ચક્રથી સન્માનિત કરાયા
- ખેડૂત ટ્રેકટર રેલી : સિંઘુ બોર્ડર પર ખેડૂતોએ તોડ્યા બેરીકેટ્સ, દિલ્હીમાં પ્રવેશવાની કોશિશ
- ગણતંત્ર દિવસની પરેડમાં જોવા મળશે દેશની સૈન્ય તાકત અને સાંસ્કૃતિક વિરાસતની ઝલક
- ઉત્તર ભારત ઠંડુગાર: હજુ વધશે ઠંડીનું જોર,મનાલીમાં માઇનસ 3.3 અને માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રી
- મોદીએ કર્યુ ક્લાઇમેટ ચેન્જ સમિટનું સંબોધન :કહ્યું, અમારા લક્ષ્યો ફક્ત ભારત સુધી મર્યાદિત નથી