GSTV
Gujarat Government Advertisement

રિશી કપૂર બાદ આ અભિનેતા ભડક્યો ચીન પર, ચામાચિડીયાનો સ્વાદ દુનિયા પર પડ્યો ભારે

Last Updated on March 29, 2020 by Karan

ચીનના વુહાન શહેરમાંથી પોતાનો પ્રકોપ દેખાડના કોરોના વાયરસે હવે સમગ્ર દુનિયાને પોતાની લપેટમાં લઈ લીધો છે. જેથી હજારોની સંખ્યામાં લોકોને પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. જેથી હવે દરેક લોકો ચીનને આ ત્રાસદી માટે કોસી રહ્યા છે. બોલીવુડની નજરમાં પણ ચીન સહિત સમગ્ર દુનિયા કોરોના કોહરામનો સામનો કરી રહી છે.

ઈમરાને ટ્વીટ કરી ઉતાર્યો ગુસ્સો

આ કડીમાં અભિનેતા ઈમરાન હાશ્મીએ ટ્વીટ કર્યુ છે. જો કે, તેમણે ટ્વીટમાં એક વખત પણ ચીનનુ નામ લીધુ નથી, પરંતુ તે સ્પષ્ટ દેખાઈ છે કે, તેમનો ઈશારો ક્યાં દેશ તરફ છે. ઈમરાને ટ્વીટ કરતા કહ્યુ છે કે, આજે આ બધુ એટલા માટે થઈ રહ્યુ છે. કારણે કે, હજારો કિલોમીટર દૂર એક દેશમાં માણસને અનુભવ કરવો હતો કે, ચામાચિડીયાનો સ્વાદ કેવો છે. હવે ઈમરાનની આ ટ્વીટ સીધી રીતે જ ચીન પર નિશાન સાધ્યુ છે..કારણ કે, કેટલીક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચમગાદડના કારણે દુનિયામાં આ વાયરસ ફેલાયો છે. ઈમરાને પણ ટ્વીટ કરી તે તરફ ઈશારો કર્યો છે.

રિશી કપૂરે પણ ઉતાર્યો હતો ગુસ્સો

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અભિનેતા રીશિ કપૂરે પણ આ મામાલે પોતાની કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કરી કહ્યુ હતુ કે, જો આ વાત બધાને ખબર છે કે, કોરોના વાયરસ કેવી રીતે ફેલાયો છે તો, બધા જ દેશે તે દેશની વિરુદ્ધ પોતાની અવાજ બુલંદ કરવી જોઈએ. આ પ્રકારની ગેરજવાબદારી કરતૂતના કારણે ઘણા લોકો પોતાની જાન ગુમાવી ચૂક્યા છે અને માણસાઈને પણ ખતરામાં નાખી રહ્યા છે.

સિતારાઓ પણ પોતાને ક્વોરન્ટાઈનમાં રાખ્યા

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ સિવાય પણ ઘણા એવા લોકો છે, જે ચીનને આ સમયે કોસી રહ્યા છે. લોકોના આટલા ગુસ્સાને કારણે ટ્વીટર પર #ChinaLiedPeopleDied ટ્રેન્ડ કરી રહ્યુ છે. આ સમયે સમગ્ર દેશ 21 દિવસ માટે લોકડાઉન છે. બોલીવુડના મોટા સિતારાઓ પણ પોતાને ક્વોરન્ટાઈનમાં રાખી દીધા છે. મોટી-મોટી ફિલ્મોની રિલીઝને પણ પાછી ઠેલવવામાં આવી છે અને ટીવી ઈન્ડસ્ટ્રીઝને પણ ખૂબ જ મોટુ નુકસાન થયુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાનો તાંડવ/ 10 જ દિવસમાં દૈનિક કેસોમાં એક લાખનો ઉછાળો, 24 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ચિંતાજનક

Bansari

ગુજરાતના આ બોલરની ટીમ ઇન્ડિયા દ્વારા ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદગી, જાણો કોણ છે આ ખેલાડી

Dhruv Brahmbhatt

સંક્રમણના મુદ્દે સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોંગદનામું, હાલની પરિસ્થિતિ મુદ્દે જણાવી મહત્વની બાબતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!