GSTV
Home » News » ઇમરાનખાનને ત્રીજી પત્ની સાથે પણ વિખવાદ? પાક પત્રકારે કર્યો આવો ખુલાસો

ઇમરાનખાનને ત્રીજી પત્ની સાથે પણ વિખવાદ? પાક પત્રકારે કર્યો આવો ખુલાસો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન ખાન દેશની સાથે સાથે અંગત જીવનમાં પણ ઉથલ પાથલનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનના જાણીતી પત્રકાર નજમ સેઠીએ એક ટીવી શોમાં ધડકો કરતા કહ્યુ હતુ કે, ઈમરાનખાનના ત્રીજા લગ્ન પણ તુટી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈમરાનખાન અને તેમની પત્ની બુશરા માનેકા વચ્ચે સર્જાયેલા ભારે મતભેદો બાદ કેટલાક નિકટના મિત્રોએ દરમિયાનગીરી કરીને લગ્ન તુટતા બચાવી લીધા હતા. જોકે બંને વચ્ચે સમાધાન થયા બાદ પણ ઉગ્ર દલીલબાજી થઈ હતી.

ઈમરાનખાને ગયા વર્ષે જ બુશરા સાથે એક અંગત સમારોહમાં લગ્ન કરાયા છે.આ પહેલા તેઓ રહેમ ખાન અને જેમિના ગોલ્ડસ્મિથ સાથે પણ લગ્ન કર્યા હતા.જોકે બંને લગ્ન છેવટે છૂટાછેડામાં પરિણમ્યા હતા. ઈમરાને બ્રિટનના અબજોપતિ વેપારીની પુત્રી જેમિમા સાથે 1995માં લગ્ન કર્યા હતા. 2004માં બંનેએ છુટાછેડા લીધા હતા. એ પછી ઈમરાને ટીવી એન્કર રહેમ ખાન સાથે લગ્ન કર્યા હતા. જે 10 મહિના જ ટક્યા હતા.

ઈમરાનની ત્રીજા પત્નીની ઉંમર 39 જ વર્ષ છે. ઈમરાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, મેં બુશરાનો ચહેરો જોયા વગર જ લગ્ન કરી લીધા હતા. કારણકે હું જ્યારે પણ બુશરાને મળતો ત્યારે તેના ચહેરા પર પડદો રહેતો હતો. બુશરાના પણ અગાઉના લગ્નથી છુટાછેડા થયેલા છે. સૂફીવાદ પ્રત્યેના લગાવથી તે ઈમરાનની નિકટ આવી હોવાનુ તેણે કહ્યુ હતુ. બુશરાએ ઈમરાનને સાદગીસભર ગણાવીને કહ્યુ હતુ કે, તે પોતાના દેખાવની બહુ પરવા કરતા નથી.

Related posts

‘અમને NDAમાંથી બહાર કાઢનારા તમે કોણ?’ શિવસેનાના ભાજપ પર સણસણતા ચાબખા

Bansari

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ, પીએમ મોદી અને સોનિયા ગાંધી સહિત આ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Bansari

BJPએ અમને દગો આપ્યો, શરદ પવારને સમજવા માટે અનેક જન્મ લાગશે: સંજય રાઉત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!