GSTV
Home » News » ઈમરાન ખાને પાક. લશ્કરના વડા બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ વધાર્યો

ઈમરાન ખાને પાક. લશ્કરના વડા બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ વધાર્યો

કટ્ટર ભારત વિરોધી પાકિસ્તાની લશ્કરી વડા કમર બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે વધારવામાં આવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બાજવાના ત્રણ વર્ષના એક્સટેન્શનને મંજૂરી આપી હતી.પાકિસ્તાનના લશ્કરી વડા કમર બાજવાનો કાર્યકાળ નવેમ્બર-2019માં પૂરો થવાનો હતો. ભારત-પાક. સરહદે તંગદિલી વધી હોવાનું કારણ આપીને પાક. લશ્કરી વડા બાજવાએ તેનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે વધારી લીધો હતો. ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ રદ્ કરી તે પછી બાજવાએ લશ્કરી વડા તરીકે કાર્યકાળ વધારવા માટે ભાર મૂક્યો હતો.

આંતરિક સુરક્ષાનું કારણ આગળ ધરીને લશ્કરના અન્ય ઉચ્ચ અધિકારીઓ પાસે પણ કમર બાજવાએ તેનો કાર્યકાળ વધે તે માટે ભલામણો કરાવી હતી. પાક. પીએમ ઈમરાન ખાને બાજવાના ત્રણ વર્ષના એક્સટેન્શન ઉપર સહી કરીને મંજૂરી આપી દીધી હતી. પાક. પીએમઓમાંથી સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે પ્રાદેશિક સુરક્ષાનો માહોલ ધ્યાનમાં રાખીને વર્તમાન લશ્કરી વડા બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે વધારાયો છે. આ સમયગાળો નિવૃત્તિનો વર્તમાન સમય પૂરો થશે તે દિવસથી લાગુ પડશે. જનરલ કમર બાજવાની પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે લશ્કરી વડા તરીકે નિયુક્તિ આપી હતી. 2016માં પાક. લશ્કરી વડા રાહીલ શરીફની નિવૃત્તિ પછી બાજવાની નિયુક્તિ થઈ હતી.

કટ્ટર ભારત વિરોધી કમર બાજવાના કાર્યકાળમાં સતત પાકિસ્તાની લશ્કર ભારતની સરહદે તંગદિલી વધારતું રહ્યું છે. શસ્ત્ર વિરામનો ભંગ પણ કમર બાજવાના કાર્યકાળમાં વધુ થવા લાગ્યો હતો. કમર બાજવા આતંકવાદીઓના અને પાકિસ્તાનની નાપાક જાસૂસી સંસ્થા આઈએસઆઈના ફેવરિટ હોવાથી તેનો કાર્યકાળ વધારાશે એ નિશ્વિત મનાતું હતું. કમર બાજવાએ પાક. લશ્કરી વડા તરીકે કાર્યભાર સંભાળ્યો તે પછી સતત ભારત વિરોધી નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું હતું.

Read Also

Related posts

વિકાસ માટે વૃક્ષોનો ભોગ : મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે 13.4 લાખ વૃક્ષો કપાયા

Mayur

મર્દાની-2 અને દ બોડી વચ્ચે ચાલી રહ્યો છે સંઘર્ષ, જુઓ બંને ફિલ્મનું પહેલા દિવસનું બોક્સઓફિસ કલેક્શન

Dharika Jansari

લોકસભાના શિયાળુ સત્રમાં સંતોષકારક કામગીરી, સ્પીકર ઓમ બિરલાના સમાપન ભાષણમાં અવરોધ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!