GSTV
Home » News » ઉનાળામાં રામબાણ સાબિત થશે કાકડીનું સેવન, આ બીમારીઓને રાખશે દૂર

ઉનાળામાં રામબાણ સાબિત થશે કાકડીનું સેવન, આ બીમારીઓને રાખશે દૂર

ઉનાળામાં કાકડી ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે. કાકડીનું સેવન કરવાથી અનેક લાભ થાય છે. કાકડીનું સેવન કરવાથી અનેક સીઝનલ બીમારીઓથી શરીર બચી જાય છે. કાકડીમાં વિટામિન, કેલ્શિયમ, આયોડિન અને ફાઈબર જેવા પોષક તત્વ હોય છે. તો ચાલો જાણીએ વિગતવાર કે કાકડીનું સેવન કરવાથી કઈ કઈ બીમારીઓથી બચી શકાય છે. 

– ગરમીમાં માથાનો દુખાવો થતો હોય છે અને વ્યક્તિના સ્વભાવમાં ચિડીયાપણું આવી જાય છે. આ સમસ્યા કાકડીનું સેવન કરવાથી દૂર થાય છે. તેનાથી શરીરને ઠંડક પણ મળે છે.

– કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. તેનું સેવન કરવાથી ઉનાળામાં શરીરમાં પાણી ઘટતું નથી.

– કાકડીનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. જે લોકોને બીપી હોય છે તેમણે કાકડી નિયમિત રીતે ખાવી જોઈએ. 

– કાકડીનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સુધરે છે.

– કાકડીનું સેવન કરવાથી વજન વધતું નથી. કાકડી કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

– કાકડી સ્નાયૂનો દુખાવો દૂર કરે છે.

Read Also

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

કોડીનારના સરખડી ગામના સમુદ્ર કિનારે નિર્માણાઘીન સીમર પોર્ટને એનજીટીનો મોટો ઝટકો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!