GSTV

CJI વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ : રામ મંદિર કેસ ૫ણ કારણભૂત

Last Updated on April 21, 2018 by

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ કોંગ્રેસ સહીતના સાત વિપક્ષી દળો દ્વારા મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ આપવા પાછળ જસ્ટિસ લોયા ડેથ કેસને કારણ માનવામાં આવે છે. પંરતુ આ આની પાછળની એક કડી માત્ર છે. હકીકતમાં કારણ અયોધ્યા ખાતેનો બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ કેસ પણ એક મોટું કારણ છે. 2010થી સુપ્રીમ કોર્ટમાં વિલંબિત પડેલા બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદા મામલામાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની ખંડપીઠ સુનાવણી કરી રહી છે. આ મામલાની દૈનિક સુનાવણી મામલે પણ સીજેઆઈ દીપક મિશ્રાના નેતૃત્વવાળી ખંડપીઠે નિર્ણય કર્યો છે.

માનવામાં આવે છે કે રામમંદિરના કેસની પ્રાથમિકતાથી સુનાવણી કરવાને પણ કોંગ્રેસ દ્વારા મહાભિયોગ પ્રસ્તાવને આગળ વધારવાનું એક મોટું કારણ માનવામાં આવે છે. આ મામલો ત્યારે પણ બેહદ ગંભીર બની ગયો હતો કે જ્યારે જાન્યુઆરીમાં મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વપૂર્ણ કેસ પોતાની પાસે રાખવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં ન્યાયાધીશોએ આરોપ લગાવ્યો હતો કે રોસ્ટર બનાવવાના અધિકારનો બેફામપણે ઉપયોગ કરતા તેઓ જસ્ટિસ લોયા કેસ જેવા મહત્વપૂર્ણ મામલા પોતાની પસંદગીની ખંડપીઠોને સોંપી રહ્યા છે.

આ ઘટનાક્રમ બાદ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો કે જ્યારે મુખ્ય ન્યાયાધીશની નેતૃત્વવાળી ખંડપીઠે અયોધ્યાના મામલાની સુનાવણી શરૂ કરી દીધી હતી. જસ્ટિસ દીપક મિશ્રા પહેલા મુખ્ય ન્યાયાધીશ રહેલા જસ્ટિસ જે. એસ. ખેહરે ખુદને અયોધ્યા કેસની સુનાવણીથી અલગ કરતા કહ્યુ હતુ કે આ મામલો પરસ્પર સંમતિથી ઉકલવો જોઈએ. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અરજી દાખલ કરીને મામલો પરસ્પર સંમતિથી ઉકેલવાની વાત રજૂ કરી હતી.

પરંતુ જ્યારે જસ્ટિસ ખેહરે મહેસૂસ કર્યું કે સુબ્રમણ્યમ સ્વામી આ મામલામાં પક્ષકાર નથી. તો તેમણે અરજી ફગાવી દીધી હતી. મહત્વપૂર્ણ છે કે અયોધ્યા મામલાની સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદીત જમીનને બે તૃતિયાંશ હિસ્સા હિંદુ પક્ષકારો અને મુસ્લિમોને એક તૃતિયાંશ હિસ્સો આપવાનો ચુકાદો આપ્યો હતો. જો કે આ ચુકાદો કોઈપણ પક્ષકારને મંજૂર ન હતો અને પક્ષકારોએ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

Related posts

સરહદ વિવાદ/ કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે સીઆરપીએફને તૈનાત કરી, કછાર જિલ્લાના એસપી ICUમાં, 50 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

Bansari

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta

મૉનસૂન/ બિમારીઓના ઘર ગણાતા ચોમાસામાં ખાસ રાખજો કાળજીઓ નહીં તો ઘરે આવશે બિમારીઓ, આ વસ્તુઓથી દૂર રહો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!