GSTV

એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, જેના કારણે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યા છે

Last Updated on July 18, 2019 by Mayur

આજે ગુજરાતના રાજકારણમાં મોટો ફેરબદલ થવાનો છે. ક્રોસ વોટિંગ કરી કોંગ્રેસને દગો આપનારા બળવાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિધિવત્ત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમની સાથે કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ પણ ભાજપમાં સામેલ થવાના છે. આજે ચારેકોરથી તેમના પ્રશંસકો ભાજપમાં જોડાવાને લઈને તાડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

આ અંગે અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી અને તેમના નેતૃત્વથી પ્રભાવિત થયો છું. જેના કારણે ભાજપમાં જોડાઈ રહ્યો છું. અલ્પેશે વધુમાં કહ્યું કે, હું એક મોટા પરિવારમાં જોડાવા જઈ રહ્યો છું. બાકીના લોકો મારી ચિંતા ન કરે. અલ્પેશ ઠાકોરે આ પહેલા સાફ કહ્યું હતું કે, હું ગરીબ અને પછાત વર્ગોનું કામ કરવા માટે ભાજપમાં જોડાઈ રહ્યો છું. વિપક્ષ એટલે કે કોંગ્રેસમાં રહીને આ કામ કરવું સંભવ નહોતું. આ સાથે મંત્રીપદ અંગેની વાતમાં અલ્પેશે કહ્યું હતું કે, પાર્ટી જે જવાબદારી સોંપશે તે કામ કરીશ.

ગત્ત દિવસોમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને અલ્પેશે ક્રોસ વોટિંગ કર્યું હતું. સાથે ધવલસિંહ ઝાલાએ પણ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસને ડરાવી દીધી હતી. જેના પરિણામે ભાજપના બંન્ને નેતાઓનો વિજય તો થયો જ હતો, પણ કોંગ્રેસ માટે પોતાના જ ધારાસભ્યો આડખીલી રૂપ સાબિત થયા હતા. ક્રોસ વોટિંગ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચિત દરમ્યાન અલ્પેશે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના વિશ્વાસ પર મેં કોંગ્રેસ જોઈન કરી હતી. પણ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે તેમણે અમારા માટે કંઈ નથી કર્યું. અમે વારંવાર અપમાનિત્ત થતા રહ્યા હતા. જેથી મેં કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું.

અલ્પેશે આ વખતે જાન્યુઆરીમાં કહ્યું હતું કે, તેમના સમુદાયના લોકો અપેક્ષિત અનુભવ કરી રહ્યા છે. કોઈનું પણ નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં પાર્ટીનું સુકાન નબળા નેતાઓના હાથમાં છે. ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી અલ્પેશ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા. આ માટે કોંગ્રેસ સાથે તો તેમણે છેડો ફાડી જ નાખ્યો હતો, પણ ધારાસભ્ય પદ છોડ્યું ન હતું.

રાજ્યસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસને પણ પોતાના જ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે તેનો ભય વ્યાપી ગયો હતો. જેથી કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે પણ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પાસે વારંવાર જઈ અલ્પેશનું ધારાસભ્ય પદ રદ્દ કરવાની માગ કરી હતી. આખરે કોંગ્રેસને જેનો ડર હતો એ જ વસ્તુ થઈ હતી. અલ્પેશ અને ધવલે ક્રોસ વોટિંગ કર્યું હતું. પરિણામે રાજ્યસભાની ચૂંટણીમાં એક તરફી મેચમાં ભાજપના એસ જયશંકર અને જુગલજી ઠાકોર વિજેતા જાહેર થયા હતા.

READ ALSO

Related posts

શેરી ગરબાને મંજૂરીની અસર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના બજાર પર, નહિવત ઘરાકીને પગલે

Pritesh Mehta

અમદાવાદ આવ્યા કેન્દ્રીય મંત્રી, ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

Pritesh Mehta

વિકાસ ખાડે ગયો / ધોરાજીના રસ્તાઓ પર લાગ્યા એવા પોસ્ટર્સ જેને જોઈ સત્તા પક્ષનું નાક કપાયું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!