GSTV

મૃત સરકારી કર્મચારીની પત્ની જો હશે ખૂની તો પણ ફેમિલી પેન્શનની રહેશે હકદાર: પંજાબ-હરિયાણા હાઈકોર્ટ

Last Updated on January 31, 2021 by Mansi Patel

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય સંભાળાવતા એ સ્પષ્ટ કર્યુ કે, સરકારી કર્મચારીની વિધવા પત્ની જો ખુની હશે તો પણ તેને ફેમિલી પેંશન આપવાથી મનાઈ ફરમાવી શકાતી નથી. આ કેસ અંબાલાના રહેવાસી બલજીત કૌરની ફેમિલી પેંશન રોકવાના મામલાથી જોડાયેલો છો. બલજીત કૌરના પતિ તરસેમ સિંહ હરિયાણા સરકારના કર્મચારી હતા અને તેની 2008માં મોત થયુ હતું. જે બાદ 2009માં તેની પત્ની પર હત્યાનો એક કેસ નોંધવામાં આવ્યો હતો. તેની પત્ની બલજીંદર કૌરને 2011માં દોશી સાબિત કરાઈ હતી. 2011માં તેને દોશી સાબિત કરવા પર હરિયાણા સરકારે તેને આપવામાં આવતા નાંણાકીય લાભો રોકી દીધા હતા.

નિયમ અનુસાર સરકારી કર્મચારીના મોત બાદ તેની પત્નીને કર્મચારીની સેવાનિવૃતિની તિથિ સુધી નાંણાકીય લાભ જારી કરવામાં આવે છે. સેવાનિવૃતિની મર્યાદા પુરી થયા બાદ પત્ની ફેમિલી પેંશનની હકદાર હોય છે. હરિયાણા સરકારે એવુ કહેતા નાંણાકીય લાભ તથા ફેમિલી પેંશન આપવાથી મનાઈ ફરમાવી હતી કે પત્નીનું આચરણ સારુ નથી. અને તે દોશી સાબિત થઈ ચૂકી છે.

હાઈકોર્ટે હરિયાણા સરકારના આદેશને ખારીજ કરતા કહ્યું કે, આ આદેશ નિયમોથી વિપરીત છે. જો કર્મચારીનું આચરણ સારુ નથી અથવા તેને ગંભીર અપરાધમાં દંડ મળ્યો છે. તો તેને સજાના બહાને પંશન અથવા અન્ય લાભોથી વંચિત રાખી શકાય નહિં. જો પત્નીનું આચરણ સારુ નથી અથવા તે ગંભીર બાબતોના કેસમાં દોશી સાબિત થાય છે તો પણ તે ફેમિલી પેંશન તેમજ નાંણાકીય લાભની હકદાર છે.

હરિયાણા સરકારે આદેશ જારી કરવામાં ભૂલ કરી છે

હાઈકોર્ટે કહ્યુ કે, હરિયાણા સરકારે આદેશ જારી કરવામાં ભૂલ કરી છે. જો કર્મચારીની હત્યા તેની પત્ની કરે છે તો જ તેને નાંણાકીય લાભોથી વંચિત રાખી શકાય છે. કોર્ટે કહ્યુ કે, સોનાના ઈંડા દેવાવાળી મરઘીને કોઈ કાપતુ નથી. કોઈ પત્ની માત્ર નાંણાકીય લાભ માટે કર્મચારીની હત્યા ન કરે તેના માટે નિયમ બનાવાયો છે. ફેમિલી પેંશન એક કલ્યાણકારી નિયમ છે. જેને કર્મચારીના મોતની સ્થિતીમાં પરીવારને નાંણાકીય સહાયતા પ્રદાન કરવા માટે બનાવાયો છે. એવામાં પત્ની કોઈપણ અપરાઘિક મામલાની દોશી હોય તો પણ ફેમિલી પેંશનની હકદાર છે. હાઈકોર્ટે હરિયાણા સરકારને બે મહિનાની અંદર અરજદારને બાકી નાંણાકીય લાભ તથા ફેમિલી પેંશન જારી કરવાનો આદેશ જાહેર કર્યો છે.

READ ALSO

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!