રેશનીંગનો સામાન લેવા માટે આધારકાર્ડ ફરજીયાત હોવા પર ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

રેશનીંગના સામાન લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત હોવાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ફેર પ્રાઈઝ શોપ ધારક 30 સપ્ટેમ્બર સુધી આધાર કાર્ડ વગર પણ સામગ્રી આપી શકશે તેવો ચુકાદો આપ્યો છે. આ પ્રકારે અપાયેલા રેશનિંગ સામગ્રીના જથ્થાની વિગતો માટે અલગ રજીસ્ટર રાખવુ પડશે. કનેકટીવીટીના અભાવે આધારકાર્ડ નું  લિંક અપ ન થઈ શકે તો જ્યારે કનેક્ટિવિટી મળે. ત્યારે આ તમામ માહિતી ફેર શોપ ઓનરે અપલોડ કરવાની રહેશે.તેમ હાઈકોર્ટે ચુકાદામાં કહ્યુ છે.  તો વળી ફેરપ્રાઈઝ શોપ ઓનરે જથ્થમાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે આધારકાર્ડ કઢાવવુ ફરજિયાત હોવાનું પણ કહ્યુ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter