GSTV

સુરત-ઢુંઢર દુષ્કર્મ કેસમાં મહત્વની અપડેટ, નીતિનભાઈએ અલ્પેશ ઠાકોર વિશે કહ્યું આવું

Last Updated on October 6, 2018 by

બહુચરાજીમાં પરપ્રાંતીય પર હુમલા મામલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું છે કે પોલીસે તરત પગલાં લીધા છે. સુરતના બે અને હિંમતનગરના કેસમાં એકાદ મહિનામાં જ સજા મળી જશે. ગુજરાત સરકારે ચીફ જસ્ટિસને પત્ર લખીને આ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગણી કરી છે. તેમણે અલ્પેશ ઠાકોરનું નામ લીધા વગર કહ્યું કે કમનસીબે કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા નેતા આ પ્રકારે આંદોલન કરાવી અને પરપ્રાંતીયો પર હુમલા કરાવી રહ્યા છે.

મહત્વનું છે અમદાવાદ, પાટણ અને હિંમતનગર સહિતના પંથકમાં કામ કરતા પર પ્રાંતિય લોકો પર હુમલા થયા છે. જેના આક્ષેપમાં પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી અનેક લોકોની ધરપકડ કરી છે. જે બાદ અલ્પેશ ઠાકોરે ખુલાસા સાથે ઠાકોર સમાજ સાથે બેઠક યોજી હતી. અને પોલીસ ઠાકોર યુવાનોની ખોટી રીતે ધરપકડ કરી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે સરકારને 72 કલાકમાં ધરપકડ થયેલા લોકોને છોડી દેવાનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. તો ગુજરાતના તમામ જિલ્લામાં આરોપીને ફાંસીની સજા આપવા તંત્રને આવેદનો આપવામાં આવ્યા છે.

ખાસ કરીને આ ઘટનામાં પહેલાથી કોંગ્રેસના MLA અલ્પેશ ઠાકોર સંકળાયેલા છે. જેને લઈ ભાજપ કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યું છે. અને ભાજપે કહ્યું કે આ માનવતાને શર્મસાર કરનારી ઘટના છે. તેમ છતાં કોંગ્રેસ આવી બાબતને રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહી છે.

તો આ ઘટના બાદ અનેક શહેરમાંથી પરપ્રાંતિયો પલાયન કરી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં પર પ્રાંતિયો પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. જે બાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ એક્શન મોડમાં આવી ચૂક્યા છે. અને તેમની સુરક્ષાને લઈ બંદોબસ્ત ગોઠવી દેવાયા છે. ખાસ તો અન્ય રાજ્યમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ત્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ, બિહારથી આવતા શ્રમિકોની સુરક્ષાને લઈ ભાજપ માટે સવાલો ઉભા થયા છે.

તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે પીએમ મોદીને લખેલા પત્ર મામલે નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે સરકાર પણ સિંહોના મોતની ગંભીરતાને સમજે છે. શરૂઆતમાં કેટલાક સિંહ ઇનફાઇટમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ વાયરસને કારણે મોત થયાનું સામે આવતા અમેરિકાથી રસી મંગાવાઈ છે.

Related posts

વાલીઓ ચેતજો : સુરતમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર સતર્ક, સ્કૂલોમાં આટલાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શાળા 7 દિવસ બંધ

Dhruv Brahmbhatt

મોંઘવારીનો માર/ લોકડાઉન પહેલા સિમેન્ટની થેલીના 290 હતા, આજે 390 રૂપિયા, ઈંટો, ગ્રીટ અને સ્ટીલનો ભાવ પણ આસમાને

Pravin Makwana

ગુજરાત મોડલ/ રાજ્યમાં આવેલી 31 સરકારી પોલિટેકનિકોમાંથી હાલ 26 સરકારી પોલિટેકનિકોમાં કાયમી આચાર્ય જ નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!