GSTV
Gujarat Government Advertisement

UPI પિનનો વપરાશ કરતા સમયે આ વાતોનુ રાખો ધ્યાન! થઈ શકે છે મોટી છેતરપિંડી

Last Updated on June 29, 2020 by pratik shah

કોરોનાકાળમાં ભારત સરકાર અને RBI દેશમાં ડિજિટલ લેણદેણને પ્રોત્સાહન આપી રહ્યુ છે. વર્ષ 2021 સુધી દેશમાં ડિજિટલ લેણદેણ ચાર ગણુ વધવાની આશા છે. ભારતમાં લોકો ડિજિટલ લેણદેણ માટે UPI એટલે કે, યૂનિફાઈડ પેમેંટ્સ ઈંટરફેસનો ખૂબ જ વપરાશ કરે છે. UPI થકી દર મહીને કરોડો રૂપિયાનુ લેણદેણ થાય છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે, UPI આખરે કેટલુ સુરક્ષિત છે. ડિજિટલ લેણદેણ ગ્રાહકો માટે લાભદાયક હોવાની સાથે-સાથે તેમના માટે એક ખતરો પણ છે.

લાખો રૂપિયા ઉડાવી લેવામાં આવે

દેશમાં ટેકનિક વધવાની સાથે ઓનલાઈન ફ્રોડ તેજીથી વધી રહ્યુ છે. હેકર્સ સામાન્ય લોકોને ઠગવા માટે દરરોજ નવી-નવી રીતનો ઉપયોગ કરી રહ્યુ છે. દરરોજ સાયબર ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં લોકોના ખાતાઓમાંથી લાખો રૂપિયા ઉડાવી લેવામાં આવે છે. તે માટે અમે તમને સુરક્ષિત લેણદેણ માટે કેટલીક જરૂરી વાત બતાવવા જઈ રહ્યા છે, જેના માધ્યમથી તમે દગાબાજીનો શિકાર બનવાથી બચી શકો છો.

સુરક્ષિત એપ્લિકેશન પર જ કરો UPI પીનનો વપરાશ

નુકસાન પહોંચાડનારી એપ્લીકેશન તમારા ફોનના માધ્યમથી તમારી પર્સનલ જાણકારી જાણી શકે છે. જેમાં ચૂકવણી સાથે જોડાયેલી જાણકારી પણ સામેલ છે. જેથી તમારે આ પ્રકારની એપ્લીકેશનથી બચવુ જોઈએ. પોતાના UPI પીનને સંભાળી રાખો. કારણ કે, તેનાથી ફ્રોડ પણ થઈ શકે છે. સાવધાની માટે ભીમ UPI જેવા સુરક્ષિત એપ્લીકેશન પર જ UPI પિનનો વપરાશ કરો. જો કોઈ વેબસાઈટ અથવા ફોર્મમાં UPI પિન નાખવા માટે લિંક આપવામાં આવ્યુ હોય તે, તેનાથી બચો.

માત્ર પૈસા મોકલવા માટે નાખો UPI

પિન લેણદેણ કરતા સમયે એક વાતનુ ખાસ ધ્યાન રાખો કે, UPI પિન નાખવા માટે માત્ર ત્યારે જ કહેવામાં આવશે, જ્યારે તમારે પૈસા મોકલવાના હશે. જો તમારે ક્યાંયથી પણ પૈસા મળી રહ્યા છે તો, તે માટે તમારી પાસેથી UPI પિન માગવામા આવી રહ્યો છે તે, જાણી લો કે, તે ફ્રોડ હોઈ શકે છે.

આ રીતે કરો ગ્રાહક સેવાને સંપર્ક

જો તમારે લેણદેણમાં કોઈ ખામી આવી રહી છે અને તમારે ગ્રાહક સેવા સાથે સંપર્ક કરવો છે તો, માત્ર પેમેંટ એપ્લીકેશનનો જ વપરાશ કરો. ઈંટરનેટ પર આપવામાં આવેલ આ પ્રકારના ફોન નંબર પર કોલ ન કરો જેની પુષ્ટી થઈ નથી.

કોઈને પણ ન બતાવો UPI પિન

તમારો UPI પિન ATM પિન જેવો જ હોય છે. તેથી તેને કોઈની પણ સાથે શેર ન કરો. કારણ કે, આ પ્રકારનુ કરવા પર ફ્રોડ તેનો ખોટો ઉપયોગ કરીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે.

શું છે UPI ?

UPI એટલે કે, યૂનિફાઈડ પેમેંટ્સ ઈંટરફેસ એક અંતર બેંક ફંડ ટ્રાંસફરની સુવિધા છે. જે થકી સ્માર્ટફોન પર ફોન નંબર અને વર્ચુઅલ આઈડીની મદદથી પેમેંટ કરી શકાય છે. આ ઈંટરનેટ બેંક ફંડ ટ્રાંસફરના મકેનિજ્મ પર આધારિત હોય છે.

આ રીતે કરે છે કામ UPI

એનપીસીઆઈ દ્વારા આ સિસ્ટમને કંટ્રોલ કરી શકાય છે. યૂઝર્સ UPI થી થોડી જ મિનિટોમાં ઘર બેઠા જ પેમેંટની સાથે મની ટ્રાંસફર પણ કરી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!