GSTV

જિયો ફોન ખરીદતા પહેલા આ મહત્વની બાબતોનું રાખજો ધ્યાન

Last Updated on July 25, 2017 by

JioPhone લોન્ચ થયા બાદ તેને લઇને કેટલીય ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ એવી કેટલીય જરૂરી વાતો છે જેના પર તમારે ધ્યાન આપવું જરૂરી છે. શું છે તે વાત, જાણીએ…

JioPhone પર નહીં ચાલે WhatsApp:

એક રિપોર્ટ અનુસાર JioPhoneમાં WhatsApp કામ નહી કરે. વાસ્તવમાં, રિલાયન્સ જિયોનું પોતાનું ચેટ પ્લેટફોમ છે- JioChat અને કંપની તેના તરફ યૂઝર્સને આકર્ષવા ઇચ્છે છે. જોકે ફોનમાં યૂટ્યૂબ અને ફેસબુક જેવી એપ હશે.

બે પ્રકારના હશે ફોન:

જિયો ફોન 2 પ્રકારના હશે- ક્વૉલકૉમ પ્રોસેસર અને સ્પ્રેડટ્રમ કોમ્યુનિકેશનના પ્રોસેસર પર આધારિત અલગ-અલગ ફોન હશે. બંને કંપનીઓ જિયો સાથે જોડાઇ છે તે અંગેનું ટ્વિટ કરી ચૂકી છે.

હૉટસ્પૉટ નહી કરે સપોર્ટ:

કંપનીના એક એક્ઝ્ક્યુટીવ અનુસાર, ફોનમાં હૉટસ્પૉટ સપોર્ટ નહી કરે. જોકે, તે પાછળના કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

WiFi કરશે સપોર્ટ:

ફોનમાં ભલે હૉટસ્પૉટને સપોર્ટ ન કરે પણ WiFiને જરૂર કરશે.

ફ્રી નહી હોય જિયો કેબલ:

જિયો ફોન પર ટીવી જોવા માટે લાવેલા જિયોફોન ટીવી કેબલ ફિચર વિશે કંપનીએ સાફ કર્યુ નથી કે આ ફ્રી હશે કે પછી તેના માટે રૂપિયા ચૂકવવા પડશે. રિપોર્ટ્સ અનુસાર આ માટે 500થી 1500 રૂપિયા ચૂકવવા પડી શકે છે. આ ફિચરનો લાભ લેવા માટે 309 રૂપિયાનો પ્રતિ માસ ડેટા પ્લાન એક્ટિવ કરાવવો પડશે.

માય જિયો એપ પર બુક કરી શકાશે ફોન:

માઇ જિયો એપની મદદથી જિયો ફોન બુક કરાવી શકાશે. આ સિવાય જિયો રિટેલર્સ પાસે પણ ફોનની બુકિંગ કરાવવી શકાશે.

રિફન્ડ મેળવવા માટે કરાવતા રહેવું પડશે રિચાર્જ:

1500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટની સાથે જિયો ફોન ખરીદી શકાશે. કંપની ત્યાં સુધી જણાવી ચૂકી છે કે 3 વર્ષ બાદ આ રાશિ પરત મળશે. પરંતુ તમને જણાવી દઇએ કે રિફન્ડ ત્યારે મળશે જ્યારે 90 દિવસમાં એક વખત તો રિચાર્જ કરાવવું જ પડશે.

FUP લિમિટ થશે ઓછી:

જિયો ફોનની સ્ક્રીન નાની અને રિઝોલ્યૂશન ઓછી હોવાનું કારણે ઓછા ડેટામાં પણ કામ કરી શકાશે. આ માટે 500MB પ્રતિદિન FUPની લિમિટ મળશે.

એક સાથે ચૂકવવા પડશે 1500 રૂપિયા:

સિક્યોરિટી ડિપોઝિટ બુકિંગ પહેલા એક સાથે આપવી પડશે.

Related posts

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave

બજેટ : જામનગરના બ્રાસ પાર્ટ ઉદ્યોગ પર લગાવેલી 5 ℅ ડ્યુટી મોદી સરકાર હટાવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!