GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

બેઠક બાદ ગૃહમંત્રી સંઘવીનું મહત્વનું નિવેદન / શોભાયાત્રામાં પથ્થર ફેંકનારા વિરુદ્ધ ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહિ તેવા કડક પગલાં ભરાશે

વડોદરામાં પથ્થરમારાની ઘટનાના પગલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી હતી. સુરતથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા પોલીસ કમિશનર સમશેરસિંહ, વડોદરા મહાનગરપાલિકા કમિશનર બંછાનીધિ પાની સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી અને સમગ્ર ઘટના મામલે જાણકારી મેળવી હતી. રાજ્યના પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા 15 થી 17 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

વડોદરામાં આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં કેટલાક અસમાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો જે બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાબડતોબ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી જે પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં વડોદરા પોલીસ કમિશનર સમશેરસિંહ, વડોદરા મહાનગરપાલિકા કમિશનર બંછાનીધિ પાની સહિતના અધિકારીઓ જોડાયા હતા.

રાતભર સુધી કોમ્બિંગ ચાલુ રાખવામાં આવશે

બેઠક બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રામનવમીની શોભાયાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાખવાના કામ કર્યા છે તે લોકો ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહિ તેવા કડક પગલાં ભરવામાં આવશે. એક એક ગુનેગારોને ઓળખી કાઢવા 354 સીસીટીવી કેમેરાની મદદથી રાતભર કામગીરી કરવામાં આવશે. એક્સ્ટ્રા ફોર્સ વડોદરા ખાતે મોકલી આપવામાં આવી છે. રાતભર સુધી કોમ્બિંગ ચાલુ રાખવામાં આવશે.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV