GSTV

ચંદ્રયાન-2ના લોન્ચિંગમાં સુરતનો છે સિંહફાળો, જાણીને ગુજરાતીઓની છાતી થઈ જશે 56ની

ભારતની અંતરિક્ષ સંશોધન એજન્સી ઈસરો ગણતરીની કલાકમાં અવકાશના ક્ષેતમરાં મોટુ પગલુ ભરવા માટે તૈયાર છે કારણકે ઇસરોએ ચંદ્રયાન-2ના લોન્ચિંગનું રિહર્સલ પૂરું કર્યું છે. ભારતનું બીજું મૂન મિશન આજે બપોરે 2.43 વાગે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ થશે. ઇસરોએ ટ્વિટર પર પણ આ જાણકારી આપી છે. અગાઉ ચંદ્રયાન-2 15 જુલાઈએ મધરાતે લોન્ચ થવાનું હતું પરંતુ 56 મિનિટ પહેલા તેનું લોન્ચિંગ ફ્યુઅલ ટેન્કમાં લિકેજ થવાથી અટકાવી દેવાયું હતું. છેવટે આજે તેને લોન્ચ કરાશે.

ચંદ્રયાન-2 ભારતનું સૌથી તાકાતવાર જીએસએલવી માર્ક-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ, ઓર્બેટર, લેન્ડર અને રોવર હશે. આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણી ધુવ પર લેન્ડરને ઉતારશે. આ વખતે ચંદ્રયાન-2નું વજન 3,887 કિલો થશે. આ ચંદ્રયાન-1 મિશનથી લગભગ ત્રણ ગણું વધુ છે. લેન્ડરની અંદરના હાલના રોવરની ગતિ 1 સેમી પ્રતિ સેકન્ડની રહેશે.

યાનમાં વપરાતા સ્કિવબ્સનું નિર્માણ સુરતની કંપનીએ કર્યું

ચંદ્રયાન -2 માટે 2010માં રશિયન અંતરિક્ષ એજન્સી રોસકોસમોસની સાથે સમજુતી કરવામાં આવી હતી. રશિયન એજન્સીને લેન્ડર અને ઇસરોને ઓર્બિટર વિકસિત કરવું હતું. ત્યાર બાદ ઇસરોએ સ્વદેશી લેન્ડર વિકસીત કરવાની જાહેરાત કરી હતી. હકીકતમાં,સુરત ખાતે આવેલ એક કંપનીએ યાનમાં વપરાશમાં આવતા પાર્ટ્સનું નિર્માણ કર્યું છે. ભારતના અનેક વૈજ્ઞાનિકોનો ફાળો આ મિશનમાં રહ્યો જેમાંના એક સુરતના મિતુલ ત્રિવેદીએ જણાવ્યું કે છેલ્લા 25 વર્ષોથી યાનમાં વપરાતા સ્કિવબ્સનું નિર્માણ સુરતની કંપનીએ કર્યું.

પાંડેસરાની કંપનીએ બનાવેલા સ્કિવબ્સ ઈગ્નીશનનો ઉપયોગ ઈસરો દ્રારા ચંદ્રયાન માટે બનાવેલ GSLV-MK3 રોકેટમાં કરવામાં આવ્યો છે. જેનાથી રોકેટના નીચેના ભાગમાં પેદા થતી 3000 ડીગ્રીની અગન જ્વાળાઓની ગરમીને કારણે વાયરીંગને નુકશાન ન થાય તે માટે સ્કિલબ્સ ઈગ્નીશનનું આવરણ લગાવવામાં આવ્યું છે.

કામ યાન કે ઈસરો માટે થઈ રહ્યું હોવાની આજ સુધી કોઈ જાણ નહોતી

ચંદ્રયાન-2ને લઈ જવા માટે GSLV Mk-3 જેવા મહાકાય રોકેટનો ઉપયોગ એટલા માટે કરાય છે કે ચંદ્રયાન-2નું કુલ વજન 3,877 કિલો છે. આ યાનમાં ત્રણ અલગ અલગ વસ્તુઓ બેસાડવામાં આવી છે. પહેલી ઓર્બિટર, બીજી લેન્ડર અને ત્રીજી રોવર. ઓર્બિટર ચંદ્ર પર ઉતરશે નહીં, પરંતુ ચંદ્રની નજીકની 100 કિલોમીટર દૂરની ભ્રમણકક્ષામાં ફરતું રહેશે. કંપનીના ડિરેક્ટર નિમેષ બચકાનીવાલાનું કહેવું છે કે,તેમને આ કામ મળ્યું છે. જેની સપ્લાય 6 માસ અગાઉથી જ કરી દેવામાં આવી છે. તેઓ 1996થી એટલે કે છેલ્લા 25 વર્ષોથી સ્પેસ યાન અને સેટેલાઈટના જરૂરી પાર્ટ્સ બનાવવાનો ઓર્ડર મેળવે છે. જો કે,આ માહિતીની ગુપ્તતા જળવાઈ રહે તે માટે બચકાનીવાલા આ કામને અત્યંત ગુપ્તતાથી પૂરૂ પાડે છે જેથી લોકોને આ કામ યાન કે ઈસરો માટે થઈ રહ્યું હોવાની આજ સુધી કોઈ જાણ નહોતી.

Related posts

કોરોના વાયરસનું સંકટ વધ્યું, ભારતીય અર્થતંત્રને પણ ગંભીર ફટકો પડ્યો

pratik shah

ગુજરાતમાં ટોપ લેવલની બેઠક : કોરોનાને પગલે ફફડી રૂપાણી સરકાર, આ છે હાજર

pratik shah

Corona: અમદાવાદમાં 50 તો આર્થિક રાજધાની મુંબઈમાં 143 નવા કેસે દેશમાં વધારી દીધી ચિંતા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!