ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટીનો ભોગ બનેલા જિલ્લાઓના સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે અને આજે કૃષિ પ્રધાન સીએમ ભૂપેન્દ્ર પટેલને બાકી રહેલા સાત જિલ્લાનો સર્વ રિપોર્ટ સોંપે તેવી શક્યતા છે. રાજ્ય સરકારે અત્યાર સુધી પોરબંદર, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાને સહાયની જાહેરાત કરી છે અને બાકી રહેલા જિલ્લાઓમાં પણ સર્વે કામગીરી પૂર્ણ થઈ છે. ચાર જિલ્લા સિવાય જે સાત જિલ્લામાં સર્વેની કામગીરી બાકી હતી. અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ અને અમરેલી જિલ્લાઓમાં સર્વે કરાયો છે. જેનો રિપોર્ટ સીએમને સોંપે તેવી શકયતા છે.

ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન થયું
જણાવી દઇએ કે અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે રાજ્યમાં ખરીફ-૨૦૨૧ સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી પાક-નુકશાન સામે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું જે બાદ સૌરાષ્ટ્રના અનેક એવા જિલ્લાઓ હતા જે સર્વે ન થવાને કારણે સહાયથી અત્યાર સુધી વંચિત હતા પણ હવે બાકીના 7 જિલ્લાના અસરગ્રસ્તો માટે સહાયનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે ત્યારે આવનારા સમયમાં 7 જિલ્લાના ખેડૂતોને પણ સહાયનો લાભ મળશે.
- અતિવૃષ્ટિમા બાકી રહેલા જિલ્લાઓની સહાયનો મામલો
- બાકીના જિલ્લાઓમાં સર્વેની કામગીરી પૂર્ણ
- આજે કૃષિ મંત્રી મુખ્યમંત્રી સર્વે રિપોર્ટ સોંપે તેવી શક્યતાઓ
- રાજ્યના 7 જિલ્લાઓમા સર્વેની કામગીરી હતી બાકી
- અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટા ઉદેપુર, પંચમહાલ અને અમરેલી જિલ્લાઓમાં ચાલી રહ્યો હતો સર્વે

આ જિલ્લાઓને મળી ચુક્યો છે રાહત પેકેજનો લાભ
જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨ હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે. આ સહાયમાં એસડીઆરએફના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨ હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. જો જમીનધારકતા આધારે એસડીઆરએફના ધોરણો મુજબ રૂ. ૫ હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રુ. ૫ હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે.
Read Also
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો
- પોષક તત્વોથી ભરપૂર છે મીઠો લીમડોઃ વાળની અનેક સમસ્યાઓ કરે છે દૂર, આ રીતે કરો ઉપયોગ