GSTV

SBIના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર: આ કામ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પૂરુ કરી લેજો, નહીંતર બેન્કિંગ સેવાઓ થઇ જશે બંધ

Last Updated on September 11, 2021 by GSTV Web Desk

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ ગ્રાહકોને એક જરૂરી નોટીસ જારી કરી 30 સપ્ટેમ્બર 2021 પહેલા પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવા માટે જણાવ્યું છે. જો SBI ગ્રાહક નક્કી કરેલી સમયમર્યાદાની અંદર આમ નહીં કરે તો તેમને બેન્કિંગ સર્વિસિસ લેવામાં મુશ્કેલી થશે.

ઉલ્લેખનીય છે કે પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવું જરૂરી કરી દીધું છે. વર્તમાનમાં પાન આધાર લિંક કરાવવાની ડેડલાઇન 30 સપ્ટેમ્બર છે. એવામાં SBIએ તેના ગ્રાહકોને ટૂંક સમયમાં જ પાનને આધાર સાથે લિંક કરાવવાની અપીલ કરી છે.

પાનકાર્ડ-આધારકાર્ડ માટેની પ્રોસેસ

તમારું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયું છે કે નહીં તે જાણવા માટે તમે ઈન્કમટેક્ષની વેબસાઈટ પર તપાસ કરી શકો છો. સૌથી પહેલા વેબસાઈટ પર ગયા પછી આધારકાર્ડમાં આપેલું નામ દાખલ કરો, ત્યાર પછી પાન નંબર અને આધાર નંબર દાખલ કરો. આધાર કાર્ડ વાળા ઓપશનમાં જન્મ તારીખ અને વર્ષ મેન્શન કરો. ત્યારે પછી નીચે આપેલા કૈપ્ચા કોર્ડ દાખલ કરી એન્ટર દબાવો હવે આધાર બટન પર ક્લિક કરો આ પ્રક્રિયા કરવાથી પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થઈ જશે.

SMS કરી પાનકાર્ડ-આધારકાર્ડ સાથે લિંક કરવાની રીત

જો તમારે મેસેજ મોકલી પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવું છે. તો તેના માટે પણ અંહી પ્રોસેસ આપવામાં આવી છે. એના માટે સૌથી પહેલા તમારા ફોનમાં UIDPAN ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી 12 આંકડાવાળો આધાર કાર્ડ દાખલ કરો હવે 10 આંકડોનો પાનકાર્ડ નંબર દાખલ કરો. હવે સ્ટેપ એકમાં જણાવ્યા પ્રમાણે 567678 અથવા 56161 પર મેસેજ સેન્ટ કરી દો.

ટ્રાન્જેક્શન

બંધ પાનકાર્ડને ફરી શરૂ કરવા શુ કરશો ?

તમને જણાવી દઈએ કે બંધ પાનકાર્ડને ફરીથી એક્ટિવ કરવા માટે શું કરશો. તેના માટે તમારે એક મેસેજ કરવાનો રહેશે. મેસેજ માટે રજિસ્ટાર્ડ મોબાઈલથી 12 આંકડોનો પાનકાર્ડ નંબર દાખલ કરો ત્યાર પછી એક સ્પેસ આપી 10 આંકડાનો આધારનંબર દાખલ કરી 567678 અથવા 56161 પર મેસેજ કરવાનો રહેશે.

Related posts

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે આ વસ્તુનું સેવન, કરો ઉપયોગ અને મેળવો તુરંત લાભ

GSTV Web Desk

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk

અમદાવાદ / વટવા વિસ્તારમાં ઘટ્યો હત્યાનો અજુગતો બનાવ, ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉકેલ્યો ગુનાનો ભેદ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!