GSTV
Banaskantha ગુજરાત

માઈભક્તો માટે મહત્વના સમાચાર / ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર, તંત્રની તૈયારીઓને આખરી ઓપ

ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજીમાં 5 સપ્ટેમ્બરથી 10 સેપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે જેમાં લાખોની સંખ્યામાં માઇભક્તોમાં અંબાના દર્શનાર્થે આવશે.

અંબાજીમાં લાખોની સંખ્યામાં આવનાર માઇભક્તોને માતાજીના સરળતાથી દર્શન કરે તે માટે સમયમાં ફેરફાર કરાયો છે. શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમમાં જગત જનની માં અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં માઇભક્તો આવતા હોવાથી તંત્ર દ્વારા અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

  • મંગળા આરતી સવારે પ કલાકથી ૫:૩૦ કલાક
  • સવારે દર્શન ૫:૩૦ કલાકથી ૧૧:૩૦ કલાક
  • રાજભોગ બપોરે ૧૨ વાગ્યે
  • બપોરે દર્શન ૧૨:૩૦ વાગ્યેથી સાંજે ૫:૩૦ વાગ્યે
  • સાંજે આરતી ૭:૦૦ કલાકથી ૭:૩૦ કલાક
  • દર્શન સાંજે ૭:૩૦ કલાકથી

નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે અને આ મહામેળામાં ગુજરાત સહિત સમગ્ર દેશના ખુણે ખુણેથી લાખો માઈભક્તો પગપાળા કે વાહનો દ્વારામાં અંબાને શિશ ઝૂકાવવા અંબાજી ખાતે પહોંચતા હોય છે. જોકે છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીને લઈ અંબાજી ખાતે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો મોકૂફ રહ્યો હતો.પરંતુ આ વર્ષે કોરોના અંકુશમાં આવતાં ફરી અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે જેને લઇ તંત્ર દ્વારા અંબાજી ખાતે પહોંચનાર લાખો માઈભકતોને કોઈ અગવડતા ન પડે તેને લઇ તમામ સગવડો ઊભી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

READ ALSO:

Related posts

ભાવનગર / પીએમ મોદી પાલીતાણામાં ભાજપની જનસભાને સંબોધન કરશે

Nakulsinh Gohil

દુ:ખદ / વડાપ્રધાન મોદીના સ્કૂલ શિક્ષક રાસબિહારીનું નિધન, પીએમએ ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ લખી

Hardik Hingu

તાપી / પહેલાં ભાજપ અને પછી AAPમાં ગયેલા પૂર્વ MLAના પત્ની સ્નેહલતા વસાવાની કોંગ્રેસમાં ઘરવાપસી

Nakulsinh Gohil
GSTV