GSTV

ભાજપના પ્રદેશ માળખામાં મોટા ફેરફારના સંકેત, અમિત શાહે એસજીવીપીનો કાર્યક્રમ કર્યો રદ

ભાજપ અધ્યક્ષ અમિત શાહની ગુજરાત મુલાકાત દરમ્યાન પ્રદેશ માળખામાં ધરખમ ફેરફારો થવાની શક્યતા છે. ત્યારે સંગઠનના ફેરબદલ પહેલા અમિત શાહના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા. બેઠકમાં વર્તમાન રાજકીય સ્થિતિ તેમજ સંગઠન અંગે ચર્ચા હાથ ધરાઇ. બેઠક માટે અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. બેઠકને લઇને અમિત શાહનો એસજીવીપીનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો. જ્યારે કે ઉત્તરાયણનો કાર્યક્રમ પણ તેના નિર્ધારિત સમયથી થોડો પાછળ ઠેલવામાં આવ્યો.

પ્રદેશ ભાજપના નેતાઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે સંગઠનની સંરચના અંગે ચર્ચા કરી છે. સૌથી મોટી બાબત એ છે કે, જીતુ વાઘાણીનું પત્તુ કપાશે કે ફરી રિપીટ થશે. આ બેઠકમાં સંભવિતોના નામનો છેદ ઉડાડી અને કોને હોદ્દાઓ આપવા તેના વિશે ખાનગી રાહે ચર્ચા થઈ છે. એવી સતત ચર્ચાઓ ચાલી રહી છે કે, વાઘાણીનો ‘પતંગ’ કપાશે. પરંતુ આજે થયેલી ચર્ચામાં વાઘાણીનો ‘પતંગ’ ઉડશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

ઘણા સમયથી વાઘાણી સાઈડલાઈન થયા છે. સરકાર અને સંગઠનમાં તાલમેલ ન હોવાનું ઘણા સમયથી ગુજરાતમાં દેખાઈ રહ્યું છે. હવે ભાજપ પાસે પણ ઓછો સમય છે. 20મીએ ભાજપ પ્રમુખ તરીકે જેપી નડ્ડા શપથ લઈ રહ્યાં છે. આજની મીટિંગમાં પ્રદેશ ભાજપનો નાથ ફાઈનલ થઈ જશે. વાઘાણીને અમિત શાહ સાથે ઘરોબો હોવાથી ફરી રીપિટ થવાની આશા છે. પણ રૂપાણીની લીલીઝંડી પણ અતિ અગત્યની છે.

READ ALSO

Related posts

આજ રાત્રે 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ, અમદાવાદમાં કોરોના થર્ડ સ્ટેજમાં પહોચ્યો

Nilesh Jethva

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!