GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

cm

આવતીકાલે ગુજરાત ભાજપનાં તમામ ધારાસભ્યોની મહત્વની બેઠક મળવા જઇ રહિ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આવતીકાલે મંગળવારે સાંજે ભાજપના આ ધારાસભ્યોની બેઠક મળશે.

બેઠક પાછળ શું છે કારણ?

સામાન્ય રીતે બજેટ સત્ર પહેલા પક્ષના ધારાસભ્યોની આ રીતની બેઠક મળતી હોય છે પરંતુ આવતીકાલે મળનારી બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે બજેટ સત્ર ઉપરાંત સાતમી જુલાઈના રોજ યોજાનારી રાજ્યસભાની ગુજરાતની બે બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભમાં પણ ધારાસભ્યોને માર્ગદર્શન અપાશે.

રાજ્યસભાની બન્ને સીટ કબ્જે કરવા ભાજપનો પ્લાન

રાજ્ય સભાની ચૂંટણીનું મતદાન ઘણું અટપટુ અને ગુંચવણવાળુ હોય છે. કેમકે દરેક ધારાસભ્યએ આપેલા મતનું અલગ-અલગ મૂલ્ય હોય છે. માટે કોને અને કઈ રીતે મત આપ્યો એની ગણતરી થતી હોય છે આવી સ્થિતિમાં ધારાસભ્યો પ્રેફરન્સના સંદર્ભમાં કોઈ ભૂલ ન કરે તે માટે શું કરવું અને કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેની વાત કરે છે.

વિધાનસભા સત્ર બાબતે પણ અપાશે માર્ગદર્શન

ભાજપ કોઈપણ હિસાબે યોજાઇ રહેલી રાજ્યસભાની બંને બેઠકો કબ્જે કરવા માંગે છે. બીજી બાજુ વિધાનસભાનું શરૂ થનારૂ બજેટ સત્ર પણ તોફાની બનવાના એંધાણ છે. કોંગ્રેસ દ્વારા જે પણ મુદ્દા ઉઠાવાશે તેનો કઈ રીતે અને કેટલો જવાબ આપો તેની પણ ચર્ચા વિચારણા કરાશે.

READ ALSO

Related posts

હવે માણસોની ભાષા બોલશે સેક્સ રોબર્ટ, અહીં થઈ રહ્યુ છે ઉત્પાદન

Pravin Makwana

LICની આ પોલીસીમાં રોકાણ કરીને આપ વર્ષે 50 લાખ સુધીનું પેન્શન મેળવી શકશો, જીંદગીભર મળશે ફાયદો

Pravin Makwana

મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેતા સીએમ રૂપાણીએ કહી આ ખાસ વાત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!