GSTV
Home » News » ચંદ્ર પર હાલ સાંજનો સમય : 24 કલાક ભારત માટે અતિ મહત્વનાં, નાસાનું ઓર્બિટર પણ સક્રિય થયું

ચંદ્ર પર હાલ સાંજનો સમય : 24 કલાક ભારત માટે અતિ મહત્વનાં, નાસાનું ઓર્બિટર પણ સક્રિય થયું

ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવા માટે કોશિશ કરી રહ્યા છે. ત્યારે આગામી 24 કલાક વિક્રમ લેન્ડર માટે મહત્વના છે. કેમ કે, ઈસરોને નાસા પાસેથી મહત્વની જાણકારી મળી શકે છે. નાસાનો એલઆરઓ વિક્રમ લેન્ડરના ઉપરના ભાગમાંથી પસાક થવાનો છે. ઈસરો બાદ નાસા ડીપ સ્પેસ નેટવર્ક દ્વારા વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યુ છે. નાસા પોતાના લૂનર રિકોનસેંસ ઓર્બિટર દ્વારા ચંદ્રના એ ભાગની તસવીર લેશે. જ્યાં વિક્રમ લેન્ડરે હાર્ડ લેન્ડિંગ કર્યુ છે. સાંજના સમયે એલઆરઓ પસાર થશે ત્યારે ચંદ્રની સપાટી પર રોશની ઓછી હશે. જેથી આ તસવીર કેવી આપશે તે અંગે અનેક અટકળો પણ છે.  ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનું ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર હાર્ડ લેન્ડિંગ થયુ છે. જેથી ચંદ્રયાન-2થી લેન્ડરનો સંપર્ક કપાયો છે.

ઈસરો ટેલીમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્કમાં એક ટીમ લેન્ડર સાથે પુન:સંપર્ક કરવાની સતત કોશિશ કરી રહી છે. અધિકારીએ કહ્યું કે યોગ્ય દિશામાં હોવાની સ્થિતિમાં તે સોલાર પેનલોને કારણે ઉર્જા ઉત્પન્ન કરી શકે છે અને બેટરીને પુનઃચાર્જ કરી શકે છે. જોકે તેની શકયતા ધીરે-ધીરે ઘટી રહી છે.ચંદ્ર પરનો દિવસનો સમય પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. એટલે કે 20-21 સપ્ટેમ્બરે ચંદ્ર પર રાત થશે. હાલ ચંદ્ર પર સાંજ છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની જીંદગી જ 14 દિવસની હોય છે.

READ ALSO

Related posts

5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 45 અને હરિયાણામાં 55 ટકા થયું મતદાન

Mansi Patel

મહિલા બની ડ્રેકુલા, 4 વર્ષની બાળકીનું લોહી પીને મારી નાખી

Kaushik Bavishi

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : આ 6 ફેક્ટર નક્કી કરશે કે કોને મળશે સીએમની ખુરશી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!