GSTV
Business Trending

Indian Railway / ભારતીય રેલ્વેએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, મંત્રાલયના આદેશ મુજબ જો કોઈ મુસાફર ફરિયાદ કરશે તો…

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની રાતની ઊંઘમાં હવે કોઈપણ પ્રકારની ખલેલ પહોંચશે નહિ. તમારી આસપાસનો કોઈપણ મુસાફર મોબાઇલ ફોન પર જોરથી બોલી શકશે નહીં કે મોટા અવાજે સંગીત સાંભળી શકશે નહીં. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ એક મોટો નિર્ણય લીધો છે. જો મુસાફરો ફરિયાદ કરશે તો રેલ્વે આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે. આ અંગે રેલ્વે મંત્રાલય દ્વારા તમામ ઝોનને આદેશ જારી કર્યા છે, જેથી આ આદેશનો તાત્કાલિક અસરથી અમલ થઈ શકે.

રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર મુસાફરો આ અંગે ઘણીવાર ફરિયાદ કરતા જોવા મળે છે કે, તેમની સાથે મુસાફરી કરતા મુસાફરો મોબાઇલ પર જોરથી વાત કરતા હોય છે અથવા ગીતો સાંભળતા હોય છે. આ સિવાય રાતની મુસાફરી દરમિયાન ઘણા લોકો ઓલાઈટ ચાલુ રાખીને આસપાસના મુસાફરોની પણ ઊંઘ બગાડતા હોય છે. આવી અનેક પ્રકારની ફરિયાદો રેલ્વે મંત્રાલય સુધી આવતી જેના નિરાકરણ માટે મંત્રાલયે નિર્ણય લીધો છે કે, જે કોઈ આવી રીતે મુસાફરને હેરાન કરતા પકડાશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

રેલવે

જો ઉકેલ ન મળે તો રેલવે સ્ટાફને જવાબદાર ઠેરવવામાં આવશે :

મુસાફરોને પડતી આ અસુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે અને આદેશ જારી કર્યો છે. હવે આ અંગે કોઈપણ મુસાફર ફરિયાદ નોંધાવી શકે છે, જેના પર જે-તે ટ્રેન સ્ટોપના અધિકારી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. જો ફરિયાદનો ઉકેલ નહીં આવે તો હવે રેલ્વે સ્ટેશનની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ આદેશો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યા છે.

રાતના 10 વાગ્યા પછીની છે આ ગાઈડલાઈન :

  • કોઈપણ મુસાફર આટલા મોટા અવાજે મોબાઇલ પર વાત નહીં કરી શકે અથવા તો મોટેથી સંગીત સાંભળી શકશે નહીં.
  • રાતના સમયે નાઇટ લાઇટ સિવાયની તમામ લાઇટ બંધ કરવી પડશે.
  • ગ્રુપમાં બેસીને મુસાફરો હવે ટ્રેનમાં મોડી રાત સુધી વાત કરી શકશે નહીં. જો કોઈ મુસાફર ફરિયાદ કરશે તો તે ગ્રુપ પર કાર્યવાહી કરી શકાય છે.
  • રાતના સમયે આરપીએફ, ઇલેક્ટ્રિશિયન, કેટરિંગ વગેરે સ્ટાફને પણ તેમનું કામ શાંતિથી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી મુસાફરોને કોઈ તકલીફ ના થાય.
  • જો વૃદ્ધો, દિવ્યાંગો અને 60 વર્ષથી વધુ વયની એકલી મહિલાઓને કોઈપણ સમયે મદદની જરૂર પડે તો તે રેલ્વે સ્ટાફનો સંપર્ક કરી શકે છે.

Read Also

Related posts

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ

GSTV Web Desk
GSTV