GSTV
India News Trending

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર સતત મહિલા સશક્તિકરણ માટે પ્રયત્નશીલ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે સરકારે પણ મહિલા કામદારોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશનમાં એવું જણાવાયું છે કે મહિલાઓની લેખિત સંમતિ લીધા વગર તેમને સવારે 6 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા પછી કામ કરવાની ફરજ નહીં પાડી શકાય. આ જાહેરાત બાદ હવે મહિલાઓની નાઇટ શિફ્ટ પૂરી થઇ ગઇ છે. આ નિયમ સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર લાગુ થશે.

યોગી

યુપી સરકાર દ્વારા જારી થયેલા આદેશમાં એવું પણ જણાવાયું છે કે જો કોઇ કારણસર કોઇ મહિલા કર્મચારીની ડ્યૂટી સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન લેવી જરુરી હોય તો તેના માટે લેખિત મંજૂરી લેવી પડશે. એટલે કે જો મહિલાને તેની સંમતિ વગર રાતના સમયે ફરજ પર મૂકવામાં આવશે તો સીધી કાર્યવાહી થશે. જો કોઈ મહિલા સાંજે 7.m પછી કામ કરવાની ના પાડે છે, તો કંપની અથવા સંસ્થા તેને નોકરીમાંથી કાઢી શકશે નહીં.

પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતી મહિલાઓને મોટી રાહત

યુપી સરકારના આ નિર્ણયથી સૌથી વધારે રાહત પ્રાઈવેટ સેક્ટર, કોલ સેન્ટર, હોટલ ઈન્ડસ્ટ્રી અને રેસ્ટોરન્ટમાં કામ કરનારી મહિલાઓને થશે.

READ ALSO:

Related posts

IBPS RRB Recruitment 2022: દેશભરની ગ્રામીણ બેંકોમાં 8000 થી વધુ જગ્યાઓ ખાલી, અરજી કરવાની આજે છેલ્લી તક

Hemal Vegda

Umang 2022: લાંબા સમય પછી સ્ટેજ પર જોવા મળ્યા કિંગ ખાન, ડાન્સ પરફોર્મન્સથી જીત્યા ચાહકોના દિલ

GSTV Web Desk

આશ્ચર્ય! Aunty કહેવા પર હોટલ માલિકે લગાવ્યું એક મોટું બોર્ડ, લખ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ મને “આંટી” કહેવાનું બંધ કરે

Binas Saiyed
GSTV