GSTV
Home » News » ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, બિન અનામત શૈક્ષણિક, આર્થિક વિકાસ નિગમની રચના

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, બિન અનામત શૈક્ષણિક, આર્થિક વિકાસ નિગમની રચના

તાજેતરમાં ગુજરાત સરકારે લીધેલાં મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ બિન અનામત શૈક્ષણિક, આર્થિક વિકાસ નિગમની રચના કરી છે. જેને પગલે હવે બિનઅનામત વર્ગને પણ અનામત વર્ગની જેમ જ  પ્રમાણપત્રો મળશે.  અને બિન અનામત વર્ગને શૈક્ષણિક, આર્થિક યોજનાના લાભ માટે પ્રમાણપત્ર અપાવામાં આવશે. આ પ્રમાણપત્ર આપવાની સત્તા તાલુકા વિકાસ અધિકારીથી લઈને કલેક્ટરને આપવામાં આવી છે.

તો બીજી બાજુ સરકાર આ નિર્ણય ને બિન અનામત વર્ગ સ્વીકાર્યો હતો પણ પાટીદાર સમાજ ના આગેવાન અને પાસ કન્વીનર અતુલ પટેલ આજે ગાંધીનગર ખાતે બિન અનમાત પ્રમાણપત્ર ને લઈ ને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સાથે બેઠક કરી હતી અને રજુવાત કરી હતી કે બિન અનામત વર્ગ માટે જે પ્રમાણપત્ર આપવાની વાત કરી છે.

ત્યારે આ પ્રમાણપત્ર રાજ્યના તમામ તાલુકા કક્ષા થી લોકો ને મળી રહે તે પ્રકાર નું આયોજન કરવું યોજયે જેથી લાભાર્થી ઓ શહેર સુધી ધક્કા ખાવા ન પડે તો બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી પણ પાસ કન્વીનર ની વાત સાંભળીને હકારાત્મક પગલાં ભરવાનું કહ્યું હતું અને આ પ્રકાર ની વ્યવસ્થા કરવા માટે પૂરતા પ્રમાણ માં કર્મચારીઓ ની વ્યવસ્થા કરવી પડે તેમ છે જો કે સરકાર આ મામલે યોગ્ય દિશા માં પગલાં ભરી ને લાભાર્થી ઓ ને કોઈપણ તકલીફ ન પડે તેવું આયોજન કરશે

 

 

 

Related posts

સીએમ રૂપાણીના કાફલાને નડ્યો અકસ્માત, રસ્તા વચ્ચે ભૂંડ આવી ગયા

Arohi

ચૂંટણી પૂરી થતાં સીએમ રૂપાણી સૌ પ્રથમ પહોંચ્યા આ માના દરબારમાં, લીધા માતાજીના આશીર્વાદ

Karan

રૂપાણી, નીતિનભાઈ અને વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે લોકસભાનું રિઝલ્ટ, મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા

Karan