GSTV
Gujarat Government Advertisement

ડિજિટલ ચલણનું મહત્વ પણ રોકડનો નથી કોઈ તોડ, ઓગસ્ટમાં 26 લાખ કરોડ રૂપિયા લોકોએ એટીએમથી ઉપાડ્યા

Last Updated on November 20, 2020 by Karan

ભલે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ વધી રહ્યું હોય પણ ઘણા ભારતીયો માટે રોકડ રકમમાં જ વ્યવહાર કરવો પ્રાથમિકતા હોય છે. કોરોના કાળ બાદ  લોકોએ એટીએમમાંથી કેશ ઉપાડવાનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. ભારતના લોકો એક વખતમાં એટીએમમાંથી સરેરાશ 5000 રુપિયા કાઢી રહ્યા છે. ઓગસ્ટ મહિનાની વાત કરવામાં આવે તો લોકોએ પોતાના ડેબિટ કાર્ડ થકી 26 લાખ કરોડ રુપિયા ઉપાડ્યા હતા. જે જીડીપીના 12 ટકા છે.

બજારમાં રોકડની બોલબાલા ઘટી નથી

ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ વધ્યું છે. આમ છતા પણ આંકડા કહી રહ્યા છે કે, બજારમાં બોલબાલા તો રોકડની જ છે. ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીએ આ વર્ષે એટીએમમાંથી કેશ કાઢવામાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. જાણકારોનું માનવું છે કે, કેશ ભારતની ઈકોનોમીનો મહત્વનો હિસ્સો છે અને એટીએમના કારણે હવે લોકોને આસાનીથી કેશ મળતી થઈ ગઈ છે. કોરોનાકાળમાં લોકડાઉનના કારણે એપ્રિલ અને મેમાં કેશ ઉપાડવામાં ઘટાડો થયો હતો પણ જુન મહિનાથી ફરી રોકડનું ચલણ શરુ થઈ ગયું હતું.

તહેવારો પૂરા થયા છે ત્યારે રોકડ ઉપાડવાનું પ્રમાણ વધી જશે

એવુ મનાય છે કે, દિવાળીના તહેવારો પૂરા થયા છે ત્યારે રોકડ ઉપાડવાનું પ્રમાણ વધી જશે. એક કારણ એ પણ હોઈ શકે છે કે, કોરોનાના કારણે ફરી ઈમરજન્સી જેવી સ્થિતિ આવે તો ઘરમાં રોકડ રાખવાનું લોકો પસંદ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રશિયામાં ઉજવાયો વિશ્વયુદ્ધ વિજય દિવસ, 76 વર્ષ પહેલા જર્મની સામે મેળવી હતી ઐતિહાસિક જીત

Pritesh Mehta

શું દુનિયામાંથી ક્યારેય નહીં જાય કોરોના? નવા વેરિઅન્ટથી નિષ્ણાતોની ચિંતામાં થયો વધારો

Bansari

શું તમારા ઘરમાં જ કોરોના દર્દી છે!, તો આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખજો નહીં તો….

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!