GSTV
Home » News » અમેરિકા દ્વારા વધારવામાં આવ્યો ઈમ્પોર્ટ ટેરિફ, જાણો ભારતને કઈ રીતે કરશે અસર

અમેરિકા દ્વારા વધારવામાં આવ્યો ઈમ્પોર્ટ ટેરિફ, જાણો ભારતને કઈ રીતે કરશે અસર

ભારતે ગયા વર્ષે 20 જૂને કહ્યું હતું કે, અમેરિકા પાસેથી આયાત કરવામાં આવતી 29 ઉત્પાદનો પર શુલ્ક વધારવામાં આવશે. કેમ કે, અમેરિકાએ 9 માર્ચ, 2018થી ભારતથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ વધારી દીધો હતો. પરંતુ ભારતે જવાબી કાર્યવાહીમાં ટેરિફ વધારવાના નિર્ણયને આ સપ્તાહે 9મી વાર ટાળ્યો છે. આમ થવાનું કારણ એ છે કે, આ મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે નવેસરથી કરાર માટે વાતચીત ચાલી રહી છે.

એવામાં ટ્રેડ વોર પર બન્ને દેશો વચ્ચે સમાધાનની ગુંજાઈશ હજી બની રહી છે. ક્યારેક લોકહિતને કારણે તો ક્યારેક વાતચીત ચાલી રહી હોવાની વાત આગળ કરી આ નવમી વખત ભારતે ટેરિફ વધારવાનો નિર્ણય ટાળ્યો છે. જોવા જઈએ તો, ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરથી પણ ભારતને ક્યાંકને ક્યાંક નુકશાન થતું આવ્યું છે.

ખાસ કરીને આઈફોન યૂઝર્સને 3 ટકા સુધી મોંઘવારીનો ઝટકો લાગી શકે છે. આઈફોનની ચીન નિર્મિત બેટરી અને અન્ય ઉપકરણો પર ડ્યુટી વધવાથી તેના નિર્માણ ખર્ચમાં 2-3 ટકાની વૃદ્ધિ આવી શકે છે. જેથી જુના લાભ યથાવત રાખવા એપલે તેની કિંમતમાં વધારો કરવો પડશે. જો આમ બન્યું તો આઈફોનના દરેક ઉત્પાદનની કિંમત 120 ડોલર થઈ જાય તેવું અનુમાન છે.

READ ALSO

Related posts

દેશની આ સરકારી કંપની પાસે નથી કર્મચારીને પગાર આપવાના રૂપિયા, પીએમ પાસે માગી મદદ

Path Shah

સુરત અગ્નિકાંડ : ન્યાયની માગ સાથે ઉપવાસ પર બેઠેલા દિપક પટેલની ધરપકડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva

PM મોદી સફળ સેલ્સમેન, કોંગ્રેસ પોતાની પ્રોડક્ટ વેંચવામાં નિષ્ફળ રહિ તેથી હારી ગયા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!