GSTV
Home » News » મહારાષ્ટ્રમાં સત્તાના સપના સેવતી પાર્ટીઓને લાગ્યો ઝાટકો, રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ શાસન માટે આપી મંજૂરી

મહારાષ્ટ્રમાં સત્તાના સપના સેવતી પાર્ટીઓને લાગ્યો ઝાટકો, રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ શાસન માટે આપી મંજૂરી

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને છેલ્લાં 18 દિવસથી ચાલી રહેલી ખેંચતાણનો અંત આવ્યો છે. આ દરમિયાન એક પણ પક્ષ સરકાર રચી ન શકતા આખરે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યં છે. મહારાષ્ટ્રમાં છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યુ છે.  રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે ભલામણ કરી. જેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગ્રાહ્ય રાખી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું છે. આ પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં તાત્કાલિક મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રાજ્યપાલની ભલામણને મંજૂરી આપવામાં આવી.

મહારાષ્ટ્રમાં તેજીથી બદલાઇ રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે બેઠક યોજવા મુંબઇ આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને કે.સી. વેણુગોપાલને શરદ પવાર સાથે વાતચીત કરવા દિલ્હીથી મુંબઇ મોકલ્યા હતા.  મુંબઇ પહોંચ્યા બાદ ત્રણેય નેતાઓએ મીડિયા સમક્ષ કોઇ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતુ.

રાષ્ટ્રપતિ શાસન એટલે શું?, કયા છે નિયમો અને લાગુ થાય તો મહારાષ્ટ્રમાં જાણો કેવા થશે ફેરફારો

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને છેલ્લાં 18 દિવસથી ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન એક પણ પક્ષ સરકાર રચી ન શકતા હવે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે ભલામણ કરી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં તાત્કાલિક મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રાજ્યપાલની ભલામણને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટે રાષ્ટ્રપતિને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા અનુરોધ કર્યો છે. બીજી તરફ રાષ્ટ્રપતિ શાસન લગાવવાના નિર્ણય સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. શિવસેનાની દલીલ છે કે ભાજપને સરકાર રચવા માટે 48 કલાક આપવામાં આવ્યા તો પછી અમને ફક્ત 24 કલાક જ કેમ આપવામાં આવ્યા. જો કે રાજ્યપાલે ત્રીજી મોટી પાર્ટી એનસીપીને સરકાર બનાવવા આજે રાત્રે 8.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. બીજી તરફ સરકાર રચવા શરદ પવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ફોન પર વાતચીત કરી છે. જે બાદ સોનિયા ગાંધીએ એનસીપીના ચીફ સાથે વાત કરવા કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને અહેમદ પટેલને જવાબદારી સોંપી છે.

રાષ્ટ્રપતિ શાસન દરમ્યાન શું પરિવર્તન આવે ?

 • રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાનના નેતૃત્વ હેઠળની મંત્રીપરિષદને ભંગ કરે છે
 • રાષ્ટ્રપતિ રાજ્ય સરકારના કાયદાઓ પોતાના હાથમાં લે છે
 • રાષ્ટ્રપતિને રાજ્યપાલ અને અન્ય કાર્યકારી અધિકારીઓની સત્તાઓ પ્રાપ્ત થાય છે
 • રાજ્યપાલ રાષ્ટ્રપતિના નામે રાજ્ય સચિવની મદદથી અથવા સલાહકારની મદદથી રાજ્યનું શાસન ચલાવે છે
 • રાજ્ય વિધાનસભાની તમામ સત્તાઓ સંસદને પ્રાપ્ત થાય છે
 • સંસદ રાજ્યના ખરડાઓ અને બજેટ પ્રસ્તાવને પસાર કરે છે
 • સંસદને રાજ્ય માટે કાયદો બનાવવાની સત્તા રાષ્ટ્રપતિ અથવા તેમણે સૂચવેલા અધિકારીને સાંપવાનો અધિકાર
 • જ્યારે સંસદ ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ કલમ-૩૫૬ શાસિત રાજ્યમાં કોઇ પણ વટહુકમ જાહેર કરી શકે
 • રાષ્ટ્રપતિ અથવા સંસદ દ્વારા બનાવાયેલા કાયદાઓ રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ પણ યથાવત રહે છે
 • રાજ્ય વિધાનસભા આ કાયદાઓમાં સંશોધન અથવા તેને ફરી લાગુ કરી શકે છે

મહારાષ્ટ્રમાં તેજીથી બદલાઇ રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે બેઠક યોજવા મુંબઇ આવી પહોંચ્યા છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને કે.સી. વેણુગોપાલને શરદ પવાર સાથે વાતચીત કરવા દિલ્હીથી મુંબઇ મોકલ્યા છે. મુંબઇ પહોંચ્યા બાદ ત્રણેય નેતાઓએ મીડિયા સમક્ષ કોઇ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે.

કયા આધારે લાગુ થાય રાષ્ટ્રપતિ શાસન

 • રાષ્ટ્રપતિ સરકાર બંધારણ મુજબ ન ચાલતી હોવાના રાજ્યપાલના રિપોર્ટને સ્વીકારે
 • કોઇ રાજ્ય કેન્દ્ર દ્વારા અપાયેલા નિર્દેશો પાલન કરવામાં કે તેને લાગુ કરવામાં નિષ્ફળ રહે
 • રાષ્ટ્રપતિ શાસન જાહેર થયા બાદ શું ?
 • રાષ્ટ્રપતિ શાસન જાહેર થયાની તારીખથી ૨ મહિનાની અંદર સંસદની મંજૂરી જરૂરી
 • સંસદના બંને ગૃહો દ્વારા સામાન્ય બહુમતિથી મંજૂરી મળવી જાઇએ
 • સંસદના બંને ગૃહો મંજૂરી આપે તો રાષ્ટ્રપતિ શાસન ૬ મહિના સુધી ચાલે
 • આ પ્રકારે ૬-૬ મહિના કરીને વધુમાં વધુ ૩ વર્ષ સુધી લાગુ કરી શકાય

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમા બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યુ છે. જેમાં સૌથી પ્રથમ વખત 17 ફેબ્રુઆરી 1980 અને ત્યાર બાદ 28 સપ્ટેમ્બર 2014ના દિવસે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતુ. છેલ્લે જ્યારે 2014માં રાષ્ટ્રપતિ શાસન લાગ્યુ ત્યારે કોંગ્રેસ અને એનસીપીનુ ગઠબંધન તૂટ્યં હતું અને તત્કાલિન સીએમ પૃથ્વીરાજ ચૌહાણે રાજીનામું આપ્યું હતુ. આવા સમયે તત્કાલિન રાજ્યપાલ સી. વી. રાવે કેન્દ્રને મોકલેલી રિપોર્ટમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી. જેને તે સમયના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મંજૂર કરી હતી.

READ ALSO

Related posts

બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ

Nilesh Jethva

નવા મોટર એક્ટ પછી ટ્રાફિક પોલીસે જપ્ત કરી કરોડો રૂપિયાની કાર, જાણો થયો શું….

pratik shah

મહારાષ્ટ્રમાં સત્તા ન મળતાં ભાજપના નેતાઓમાં ડખ્ખા થયા શરૂ, ફડણવીસ સામે મંડાયો મોરચો

Karan
Do NOT follow this link or you will be banned from the site!